ખ્વાબ !!!

બગીચાની થઈ છે દશા એવી જીવનમાં

ખૂશ્બુ રહી નથી હવે ખીલતાં ગુલાબમાં

આભાસ થાય છે ને અહેસાસ થતો નથી

જીન્દગી થઈ એવી કે જાણે એક ખ્વાબ !

ફૂલો પામતા સઘળા જન ખૂશ્બુ લઈને

કાંટા ચૂટીને જાઉ છુ હુ્તો  ફૂલછાબમાં

મળી છે આખુશી મને એવી હકીકતમાં

જેમ રંગીન સ્વપ્નો સજ્યા છે ખ્વાબમાં

વિટંબણાઓની આ તો કેવી  રિત છે ?

ખુદશોધુ છુ હવે હુ,મને મારા જીવનમાં

Posted in કવિતા | Leave a comment

દ્રષ્ટિ એવી સૃષ્ટિ

શ્રી કૃષ્ણ મંડપમાં પ્રવેશે  ત્યારે તે સભામાં બિરાજેલા અનેક લોકોને

અધિકાર પ્રમાણે શ્રી કૃષ્ણ અલગ-અલગ દેખાય છે.

તેનેજ મહાત્માઓ દ્રષ્ટિ-સૃષ્ટિવાદ કહે છે.સભામાં જે

પહેલવાન હતા તેમને શ્રી કૃષ્ણ વજ્ર જેવા લાગ્યા.

સાધારણ મનુષ્યને રત્ન જેવા લાગ્યા.

સ્ત્રીઓને કામદેવ જેવા લાગ્યા. ગોવાળોને સ્વજન જેવા લાગ્યા.

દુષ્ટ રાજાઓને સર્વ શાસક લાગ્યા. નંદબાબાને બાળક જેવા લાગ્યા.

કંસને મૃત્યુ રૂપ લાગ્યા.

યોગી ૠષિ મહાત્માઓને તો સાક્ષાત પરર્માત્મા લાગ્યા.

યાદવો અને ભક્તોને પોતાના ઈષ્ટ દેવ લાગ્યા.

જેની જેવી દ્રષ્ટિ તેને ભગવાન તેવા દેખાય છે.

એકજ પ્રભુ સર્વત્ર રમે છે, તે દ્વૈત-ભેદભાવ તે માયાનુ કારણ છે.

માયા એવી છે કે પ્રેમથી શ્રી કૃષ્ણનુ નામ લેતાંજ ભાગી જાય છે.

Posted in ચિન્તન | Leave a comment

I Love my Mother.

   (  May 13 — Mother’s day – Happy mother’s day )         

                             Do you know ?

                      A human body can bear

                 only up to 45 del (unit) of pain.

               but at the same time of giving birth

           A woman feels up to 57 del (unit) of pain.

This is similar to twenty bones getting fracture at a time.

                             Love our Mother.

           The most beautiful person on this earth.

                               our best critic

                     yet our strongest supporter.

 Mother …..

M = Most  beautiful  person  in life.

O = Ocean of  love, joy and care.

T = True  best  teacher  in   our  life.

H = Heart  sweet  Heart.

E = Emotional.

R = Real  love and  joy.

Posted in કવિતા | 1 Comment

મમતા.

              ( ૧૩ મે -મધર્સ ડે )

જન્મ આપી, અર્પ્યુ અમૂલ્ય સુખી માનવ જીવન

તે જનેતાના અનગણીત  ઉપકાર કદી ન ભુલાય

એની મમતા થકી તો સોહે છે સઘળો આ  સંસાર

હેત,મમત્વ એટલા! ગણિતે ગણ્યાથી નથી ગણાતા

બાળપણમાં મીઠાં હાલરડાં ગાતી,મને સંભળાવતી

હેતથી હસાવતી, પ્રેમથી સુવડાવતી અને જગાડતી

મહામૂલા સોનેરી સંસ્કારોના બીજ તૂ રોપી, સિન્ચતી

સંતાનને દુખી જોઈ થાતી દુખી, ખુશ જોઈ હરખાતી

લેવાની નકોઈ લાલસા,મેળવવાની ન કોઈ ઝંખના

નિસ્વાર્થ પ્રેમ અને વાત્સલ્યની દેવી,મમતાની મૂરત

મહા હેતવાળી મમતાળુ મા,તૂજ ગુણ તણો નહી પાર

પામી તૂ ભગવાનથી પણ ઉચુ  સ્થાન આ જગતમાં.

ઈશ્વર દેજે શક્તિ મને,નભૂલી શકુ ઉપકાર જનેતાના.

[ સૌને મધર્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ ]

Posted in કવિતા | 1 Comment

ક્યારેક.

ક્યારેક હળવુ ક્યારેક મળવુ ક્યારેક ઝળહળવુ હવે

ક્યારેક ભીના ઘાસમાં પગલાંનુ  ટળવળવુ  હવે

ક્યારેક આશા લઈ બેઠુ શબ્દોને માટે આ હૈયુ

ક્યારેક લીલુ છમ  ઘાસ પાંગરે પત્થર જેમ હવે

દુર પર્વત ટોચ પર ડોકાય સોનેરી સૂરજ કિરણ

પહાડો પર પથરાયેલા બરફના ઢગલા ઓગળે

એક બાજુ હાથના ટેરવા તગતગે, મળ્યા શબ્દો

એક બાજુ શબ્દોનુ બેફામ વિસ્તરવુ સાગર જેમ

બેફામ વિસ્તરેલા શબ્દોના આવસાદી સ્વરો હવે

ઘરની ભીતોની ઉદાસી ચીરીને ઉમરે ઢળ્યા હવે.

Posted in કવિતા | Leave a comment

ઝાકળ બિન્દુ.

સુખ તો એવુ લાગે જાણે ઝાકળ બિન્દુ

કેમ રે કરી ઉકેલવી આ ઝાકળ વાણી

આંખ ખોલુ તો તેજ કિરણ અજવાળા

ને આંખ મિચુ તો કાળી અંધારી રાત

ખુલવામાં-મિચવામાં આપણી જાગીર

પળમાં વહેતાઝરણા જેવી રામકહાણી

ટહુકો છલકે નભમાં એટલોતો કલરવ

રસ્તાઉપર સાંજનો પથરાયો પગરવ

આછા આ અંધારા સૌને લેતા ઘેરી

ઘેરાઈ નીન્દર નયનપડર ખોલ-બંધ

ભાસે સુખમય આ સપનાની દુનિયા

Posted in કવિતા | 2 Comments

તારુ સ્મરણ.

વહી ગયેલી વાતોની એક પળ મળી મને

અને પૂરા પ્રસંગનુ વાતાવરણ મળ્યુ મને

જોઈશ અને માણીશ આ પ્રસંગ ધરાઈને હુ

જીવીશ એ વહી ગયેલી પળોમાં ફરીથી હુ

 આખી જીન્દગી સમાય જાણે એ પળોમાં

પરંતુ ત્યાં સુધી એ સ્વરૂપ આંખ સામે રહે

તારી યાદ લઈને ફરતાં બને એક ક્ષિતિજ

અને યાદોનુ જગત તો સમાયુ ક્ષિતિજમાં

ઈચ્છા થાય ત્યારે યાદ કરુછુ વારંવાર તને

હરેક વાતમાં હરપળ રહે તારૂ  સ્મરણ મને

જો સ્વપ્નમાં આવે યાદ ઝાકળ જેમ ઓગળે

જીવનમાં ક્યાં રહે પછી તારી યાદોની પળ.

Posted in કવિતા, Uncategorized | 1 Comment