પાથરે અજવાળા જગમાં, નીજ ઘર અંધકાર.
અગ્નિ બને કોયલા, કોયલા બને રાખ.
બગલા પંખ ઉજ્વળ,કોકિલ કંઠ કોયલ કાળી.
કસ્તુરી ભરી નાભી, વન વન ભટકે હિરણ.
સરિતા નીર મીઠા, સાગર નીર ખારા.
કુરુપ કોશેટાનો એ કીડો,પંખ પામતાં,
સુન્દર રંગ – બેરંગી નીજ રુપ.
અતિ મુલાયમ રેશમ માટી,મળે માનવ સ્વરુપ,
પત્થર દિલ ઈન્સાન.
પાષણ પત્થર જ્યાં પામે ઈશ્વર સ્વરુપ,
ઈશ્વર મુરત અતિ કોમળ.