વસંતના ખીલતાં ફૂલોથી , તારી યાદ શરૂ થાય છે .
આંખોની સામે ફૂલોની સુગંધ ભર્યા બગીચા રચાય છે .
અગર તૂ હોત સાથે , તો ચાલત ફૂલો ભરી રાહ પર .
ઝુલા ઝુલતાં , કોયલના મીઠા ગીત સાંભળત સાથે .
મીઠી પ્રેમ ભરી વાત કરીને પ્રેમ સાગરમાં ડુબકી મારત સાથે .
બસ સતત આજ વિચારો દિલમાં સર્જાય છે .
ઝુલા ઝુલતાં , કોયલના મીઠા ગીત સાંભળત સાથે .
મીઠી પ્રેમ ભરી વાત કરીને પ્રેમ સાગરમાં ડુબકી મારત સાથે .
અતર સ્નેહની સૌરભ શબ્દમાં ઝીલી ગયું
રમેશ પટેલ(આકાશદીપ)