આશા ભર્યા આ અદભુત નયન,
ઉષ્મા ભર્યા રે આ નયન,
ઉના પાણીના આ અદભુત નયન.
એમાં ભર્યા હ્રદયના હુફાળા ભેજ,
એમાં ભર્યા અલૌકીક આતમ તેજ.
એમાં સાતે સમંદર એના પેટમાં,
એમાં મીઠા જળના ઉન્ડા કુવા.
એમાં આળોટે મીઠા સપના
એમાં મનના સાફ આયના,
બોલે દિલની મુગી વાણી.
જળના દીવા ઝળહળે જળમાં
કોઈ દિન રંગ અને વિલાસ,
કોઈ દિન પરર્માત્માની પ્યાસ.