કાળી અંધારી રાતનો આ સન્નાટો
ધરા ઉપર કોઈ દીવડા પ્રગટાવો
કેટલી સ્તબ્ધતા છવાઈ ગઈ છે
તમરાના સરવરાટને સાંભળુ છુ
ઉઘવા નથી દેતો,સ્તબ્ધ સન્નાટો
એ પણ એક ઉપકાર બની જાય
કોઈ વેળાનો એ હળવો જાકારો
અંધારી રાતમાં શોધુ પડછાયો
ટમટમતા દિવડાવચ્ચે દિઠુ કોઈ
ચીધે છે માર્ગ, લઈ હાથમાં દીપ.