મુમ્બઈમાં ગૃહિણીઓ બહારના કામમાં એટલી વ્યસ્ત હોય છે કે તેમની પાસે ઘરકામ કરવા માટે બિલકુલ ફુરસદ મળતી નથી. બાળકો અને પતિની પાછળ સમય જતો હોય છે. અને તેને લીધેજ કામવાળી બાઈ વિના બિલકુલ ન ચાલે. જો એક દિવસ બાઈ ખાડો પાડે તો બેનો ઉચી નીચી થઈ જાય, જાણે માથા ઉપર આસમાન તુટી પડ્યુ.બધા વિના ચાલે પરંતુ બાઈ વિના ન ચાલે. અને બાઈ કામ છોડીને ભાગી ન જાય તેના માટે, તેને સાચવવા માટે બાઈના બધા નખરા સહન કરી લે. બાઈઓ પણ મજબુરી સમજી ગઈ છે એટલે સેઠાણીને બરાબર નાચ નચાવે.
માલીનીનો કામવાળો ઘાટી સખારામ કામ છોડીને ચાલ્યો ગયો, તેને બીજા શેઠને ત્યાં પગાર વધારે મળવાનો હતો એટલે માલીનીનુ કામ છોડી દીધુ.માલીનીએ બીજી બાઈ માટે તનતોડ મહેનત કરીને બાઈ સોધી કાઢી.બાઈ નાની ૨૦ વર્ષની હતી અને નામ હતુ સંપદા. માલીનીને ઘરે આવી અને કામ અને પગાર નક્કી કરવાનો હતો.
સંપદા- “મમ્મી ( મુમ્બઈમાં બાઈઓ શેઠાણીને આજકાલ મમ્મી કહીને બોલાવે છે) તમારો ફ્લેટ કેટલા સ્ક્વેર ફૂટનો છે ? ”
માલીની તો ચોકી ગઈ અને મનમાં બબડી આ છોકરી કામ કરવા માટે આવી છે કે મારો ફ્લેટ ખરીદવા આવી છે.
માલીની -” કેમ તારે જાણીને શુ કરવુ છે ? ”
સંપદા- ” ફ્લેટનો એરિયા હશે એ પ્રમાણે હુ પગાર લઈશ ”
અને માલીનીએ તેનો ફ્લેટ બતાવ્યો.
સંપદા -” મમ્મી હુ પ૦૦૦ રૂપિયા લઈશ ”
માલીની – ” ભલે પરંતુ મને કામ બરાબર જોઈશે “.
સંપદા – ” મમ્મી હુ પહેલેથીજ બધુ નક્કી કરી લઉ પછી મને કોઈ કીટકીટ ના જોઈએ,
માલીની – ” હા બોલ મારી બેન હવે તુ કહેશે એમજ મારે કરવુ પડશે ”
સંપદા – “મહિનામાં એક છુટ્ટી, દર રવિવારે અડધો દિવસ કામ કરીશ બપોર પછી મારે બહાર ફરવા જવાનુ, દરોજ સાંજના એક કલાક આરામ, એક કલાક નીચે લટાર મારવા જવાનુ ,સુવા માટે બિસ્તર સાફ અને સારા જોઈએ ”
માલીની મનમાં વિચારવા લાગી આટલી બધી શરતો આ છોકરી કામ ક્યારે કરશે ? કંઈ નહી જે પાણીએ મગ ચઢે એ પાણીએ ચઢવા દો પછી જોયુ જશે, અત્યારે માથાકુટ નથી કરવી.
માલીની – ” ભલે બેન કાલથી કામે આવી જા ” માલીની તે દિવસે સાંજના બજારમાંથી બાઈ માટે માથામાં નાખવા કોપરેલ,ન્હાવા માટે લાઈફ્બોય સાબુ,માથુ ધોવા શીકાકઈ સાબુ ફૂટપાથ ઉપરથી કપડાં વગેરે વગેરે લઈ આવી.
બીજે દિવસે બાઈ બની ઠનીને સવારે આવી ગઈ, આવી એવી જ સીધી રસોડામાં ગઈ અને ગેસ ચાલુ કરીને એકલા દુધની ઈલાયચી અને આદુ વાળી ચ્હા મુકી, ચ્હા પીતાં પીતાં સેલ ફોન પર વાત પણ કરતી જાય.માલીની તો જોતી જ રહી ગઈ. હવે તો આ રસોડાની માલકીન સંપદા જ છે બિચારી માલીની શુ કરી શકે ? માલીનીએ જે વસ્તુઓ લાવી હતી તે બાઈને આપી બાઈ વસ્તુઓ જોઈને ભડકી અને બોલી
સંપદા – “મમ્મી તમે આ શુ લઈ આવ્યા છો ? આવી વસ્તુ તો મે મારી જીન્દગીમાં ક્યારેય નથી વાપરી, મારે હેરઓઈલ નહી જોઈએ હુ બ્યુટીપાર્લમાં હેર મસાજ કરાવવા માટે જાઉ છુ, અને ન્હાવાનો સાબુ નહી, મારે સાવર જેલ જોઈશે અને માથુ ધોવા માટે શેમ્ફુ જોઈશે, અને આ કપડા ? પૈસા આપજો મારી જાતે મારી પસંદગીના લઈ આવીશ ”
માલીનીને આ બધુ સાંભળીને જાણે ચક્કર આવી ગયા, પરંતુ શુ કરે મજબુરી છે, બાઈ જેમ નાચ નચાવશે તેમ નાચવુ પડશે. હવે તો જાણે બાઈ ઘરની માલિક હોય એમજ વર્તન ચાલુ થઈ ગયુ. ઈલાયચી-આદુ વાળી ચ્હા દિવસમાં ચાર વખત જોઈએ, રોટલી લદબદ ઘીમાં ઝબોળેલી, મન પસંદ ખાવાનુ અલગ બનાવીને ખાઈ લે, જ્યારે મરજી પડે ત્યારે ફ્રીઝમાંથી બદામ-કાજુ વાડકી ભરીને બેસી જાય. માલીની જાણવા છતાં કંઈ પણ ન બોલી શકે.
બોલો હવે આ બાઈ પાછળ કેટલો ખર્ચો ? આ બાઈના નખરા સાથે આખા મહિનાનો પગાર કેટલો થાય ?
આવા દિવસો બહુ ઝ્ડપથી દરેક શહેરમાં આવી રહ્યા છે ત્યારે વિદેશની માફક ઘરના તમામ સભ્યોએ ઘરના તમામ પ્રકારના કામોમાં હાથ બઢાવવો જ પડશે હવે પૂરુષ સાંજે ઘરે આવી ટીવી જોવા કે અખબાર વાંચવા બેસી ચાનો હુકમ કરશે કે સવારે નાહી ટુવાલ પથારીમાં પડતો મૂકી દેશે તો તેવા કારણો છૂટા છેડામાં પરિણમશે તો નવાઈ નહિ લાગે ! પુરુષોએ કામ કરતી પત્નીને સંપૂર્ણ સહકાર આપવો તે સમયની માંગ છે.અને નહિ તો સંપદા નચાવે તેમ નાચવું પડશે અને સંપદા સંકટ બની જશે !
Sampadaa’s life goes on…..
આને સંપદા નહિ પરંતુ સ આપદા કહેવાય! હવે તો આ બધાનો આધાર તમારા ઉપર છે. જો કે હવે ઘરે પતી જ નહી બધાએ સ્વાવલંબી બનવુ પડસે.એ સીવાય કોઇ છુટકો જ નથી.
સંપદા નચાવે તેમ નાચવું પડશે અને સંપદા સંકટ બની જશે !
A story with truth…liked.
Ramesh Patel(Aakashdeep)
મારી માં સવારમાં વહેલા ઉઠે ભજન ગાતા ગાતા અનાજ પીસે .પછી છાશ વલોવે ,ગાયો ભેંસોનું દૂધ કાઢે .એની વ્યવસ્થા કરે .પછી ઢોરનું છાણ વસિંદુ કરે ,પછી સૌ ના માટે શિરામણ (નાસ્તો ) ત્યાર કરે .સૌ જમીલે એટલે વાસણ સાફ કરે .જોથોડોક સમય બચે તો ભરત ગુંથણ કરે આટલું કરે ત્યાં સાંજની રસોઈ કરવાનું ટાણું થઇ જાય .અને આવી માં પોતાના માટે એલખીને ચા ક્યારે પીએ .સ્ત્રીઓ મારી દૈવી શક્તિઓ હજુ પણ ઘણું કરે છે. એતો આપ ને ખબર હશે .ન હોપ્ય તો મારા જેવા કોઈ આતાને પુછજો
ચી ના
મેં અહીં ન્યુઝીલેન્ડમાં વીસેક વર્ષ સુધી લગ્નવીધી સંપન્ન કરી છે, એમાં એક ફેરફાર નીચે મુજબ કર્યો હતો.
આજના બદલાયેલા સમયમાં મેં જે ફેરફાર કર્યો છે તે -પહેલાં કહેવાતું કે
कुटुम्बं पालियिष्यामि ह्यावृद्धबालकादिकम् |
यथालब्धेन संतुष्टा ब्रुते कन्या द्वितीयके ||
મને આપના તરફથી જે કંઈ મળશે તેથી સંતોષ પામી બાલકથી વૃદ્ધ પર્યંત સર્વ કુટુંબનું હું પાલન કરીશ.) પરંતુ સમય બદલાયો છે
कुटुम्बं पालियिष्यावह ह्यावृद्धबालकादिकम् |
यथालब्धेन संतुष्टौ ब्रुते कन्या द्वितीयके ||
આપણને વ્યવસાય કે અન્ય રીતે જે કંઈ મળશે તેથી સંતોષ પામી બાલકથી વૃદ્ધ પર્યંત સર્વ કુટુંબનું આપણે બંને પાલન કરીશું.
વળી,
सुखेन सर्व कर्माणि करिष्यावह गृहे नौ |
सेवां श्वशुरयोश्चापि बंधुनां संस्कृतिं तथा ||
यत्र त्वं वाह्यहं तत्र नाहं वंचे प्रियं क्वचित् |
नाहं प्रियेण वंच्याहि कन्या षष्ठे पदे ब्रवित् ||
આપણે આપણા ઘરનાં તમામ કાર્યો સાથે કરીશું. (જૂનો શ્લોક सुखेन सर्व कर्माणि करिष्यामि गृहे तव | -હું આપનાં ઘરનાં તમામ કાર્યો કરીશ. …..)
તેમ જ વડીલોની સેવા તથા અન્ય સંબંધીઓનો પણ અત્યંત પ્રસન્નતા પૂર્વક સત્કાર કરીશું. તેમજ જ્યાં આપ રહેશો ત્યાં જ હું પણ રહીશ, કોઈ પણ સમયે આપનો વિશ્વાસ ભંગ કરીશ નહિ અને આપે પણ મારો વિશ્વાસ ભંગ કરવો નહિ.