વહી ગયેલી વાતોની એક પળ મળી મને
અને પૂરા પ્રસંગનુ વાતાવરણ મળ્યુ મને
જોઈશ અને માણીશ આ પ્રસંગ ધરાઈને હુ
જીવીશ એ વહી ગયેલી પળોમાં ફરીથી હુ
આખી જીન્દગી સમાય જાણે એ પળોમાં
પરંતુ ત્યાં સુધી એ સ્વરૂપ આંખ સામે રહે
તારી યાદ લઈને ફરતાં બને એક ક્ષિતિજ
અને યાદોનુ જગત તો સમાયુ ક્ષિતિજમાં
ઈચ્છા થાય ત્યારે યાદ કરુછુ વારંવાર તને
હરેક વાતમાં હરપળ રહે તારૂ સ્મરણ મને
જો સ્વપ્નમાં આવે યાદ ઝાકળ જેમ ઓગળે
જીવનમાં ક્યાં રહે પછી તારી યાદોની પળ.
વહી ગયેલી વાતોની એક પળ મળી મને
અને પૂરા પ્રસંગનુ વાતાવરણ મળ્યુ મને
Khub sunder rachana smaran…no pan aanand chhe…