બગીચાની થઈ છે દશા એવી જીવનમાં
ખૂશ્બુ રહી નથી હવે ખીલતાં ગુલાબમાં
આભાસ થાય છે ને અહેસાસ થતો નથી
જીન્દગી થઈ એવી કે જાણે એક ખ્વાબ !
ફૂલો પામતા સઘળા જન ખૂશ્બુ લઈને
કાંટા ચૂટીને જાઉ છુ હુ્તો ફૂલછાબમાં
મળી છે આખુશી મને એવી હકીકતમાં
જેમ રંગીન સ્વપ્નો સજ્યા છે ખ્વાબમાં
વિટંબણાઓની આ તો કેવી રિત છે ?
ખુદશોધુ છુ હવે હુ,મને મારા જીવનમાં