કરી પ્રીતડી એવી રે કાન્હા,પલમાં પમરાવી
ગોપીઓને લીધી રે લલચાવી
આંખડી એવી રે તારી કાન્હા,પલમાં પલકાવી
ગોપીઓને છોળે રે છલકાવી
રીતડી એવી રે તારી કાન્હા,પલમાં ભરમાવી
ગોપીઓને સોણે રે શરમાવી
કરી વાતડી એવી રે કાન્હા,પલમાં સમજાવી
ગોપીઓને પ્રીતડી રે સમજાણી
રાતડી એવી રે કાન્હા, પલમાં મલકાવી
ગોપીઓને જીવનભર તડપાવી.
સુંદર ભક્તિ ગીત…મનમાં રટાયા કરે તેવું.
રમેશ પટેલ(આકાશદીપ)