સત્ય મેવ જયતે.

આમીરખાનનો શો સત્ય મેવ જયતે દર રવિવારે વિવિધ પ્રસંગોને આવરી લે છે, અને ખરેખર આ શો એ પ્રસંસા પ્રાપ્ત કરી છે. સમાજમાં ચાલી રહેલ સત્ય ઘટનાઓ પર પ્રકાશ પાડે છે અને જનતાને સાવધાન કરવામાં ઘણી મદદ કરી શકે છે. આમીરખાનનો આ પ્રયાસ બહુજ સરસ છે,જોવાનુ રહ્યુ પ્રજામાં કેટલી અસર થાય છે.દેશમાં કાયદાની વ્યવસ્થા બહુ ખરાબ છે તેનુ કારણ રાજનેતા અને ભ્રષ્ટાચાર.દેશમાં એટલી બધી અંધાધુધી છે, આ ગુચવાએલુ કોક્ડુ ઉકેલવુ મુશ્કેલ છે છતાં જનજાગૃતિ માટે બાબારામદેવ, અણ્ણાહજારે, આમીરખાન જેવાએ આશા નથી છોડી અને મેદાનમાં આગળ આવી જંગ છેડી છે.અણ્ણાહજારે અને આમીરખાન બંન્નેના ફિલ્ડ અલગ છે.છતાં પણ શો જોઈને એક વિચાર મનમાં અવશ્ય આવે શુ આ શો જોઈને સમાજમાં,લોકોમાં બદલાવ આવશે ? બદલાવ આવે કે ન આવે પરંતુ જનતા જે વસ્તુથી અનજાન છે તે વસ્તુથી સાવધાન થશે,સચેત થશે અને થોડો ઘણો અત્યાચાર ઓછો થઈ શકે. જન જાગૃતિ માટે કલમ અને મિડિયા અગત્યનો ભાગ ભજવે છે.

               ભારતીય સંસ્કૃતિના મૂળ એટલા ઉડા છે, સદીયોથી મનુષ્યના માનસપટ પર લખાયુ હોય છે આ વસ્તુ સારી છે આ ખોટી છે.માણસને અધર્મના માર્ગ પર જતો રોકવા માટે નિતી-નિયમ અને આધ્યાત્મિક કાયદા કાનુન બનાવ્યા પરંતુ સમાજના ઠેકેદારોએ તેને અલગ જ સ્વરૂપ આપ્યુ છે અને તે પ્રમાણે પ્રજાને ચાલવાનુ કહે. નાના પછાત ગામડાઓમાં પંચ કહે તે પ્રમાણે ચાલવાનુ, પંચના કાયદા-કાનુન ચાલે છે.માણસ શિક્ષિત થાય છે પરંતુ તેટલુ જ વિચારોથી તો પશુ જ બનતો જાય છે, વિચારો નથી સુધરતા.અંધશ્રધ્ધા પ્રજામાં એટલે બધી છે કે ઘણી વખત ઉચ્ચ શિક્ષણ પામ્યા પછી પણ, ભારતની બહાર બીજા દેશમાં રહેવા પછી પણ સંકુચીત માનસ બદલાતુ નથી.

             ગમે તેટલી સદીયો બદલાય માણસનુ વિચારવાનુ બદલાવાનુ નથી હા કોઈ વીરલાજ હોય જે વાલિયા લુટારામાંથી વાલ્મિકી ૠષિ બની શકે. બાકી આપણા શાસ્ત્રો ઘણા લોકો માટે ભેસ આગળ ભાગવત સમાન છે. જો માણસોના વિચારોમાં બદલાવ આવે, સંકુચીત માનસ જ્યારે વિકાસ પામે તો સમાજમાં સુધાર આવે. દરેક યુગમાં આ જ પ્રકારનુ જનમાનસ હતુ ને રહેવાનુ છે જ્યાં

સતીસીતાને પણ અગ્નિ પરિક્ષા આપવી પડી.

શ્રી ક્રિષ્ણ પર પણ મણિ ચોરીનો આરોપ મુકાયો.

ભરી સભામાં સતીદ્રોપદીના વસ્ત્ર હરણ કરાયા.

અશક્ય કામ શક્ય કરી બતાવનાર રાષ્ટ્રપિતા ગાંધીજીને પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી.

લોકો ભગવાનને, સતીઓને,પોતાની જાન જોખમમાં નાખી દેશ માટે કામ કરનારને નથી છોડ્યા તો સામાન્ય માનવીની શુ દશા થાય.આ બધુ જોતાં એકજ વિચાર આવે દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાને ફાવે તેમ વિચારે છે, અને પોતાના વિચારો પ્રમાણે પોતાના અલગ કાયદા કાનુન છે.

        ભગવાને મનુષ્યને બનાવી તેને પાંચ જ્ઞાનેદ્રીયો આપી. મનુષ્યમાં ત્રણગુણ, સત્વગુણ,રજોગુણ અને તમોગુણ. અને આ ગુણોને આધારે મનમાં અલગ અલગ ભાવો જાગે છે.કામ, ક્રોધ, લોભ,મોહ,મદ. અને આ ભાવો જેનામાં જેટલા પ્રમાણમાં હોય તે પ્રમાણેજ માણસ વિચારશે અને કર્મ કરશે. સત્વગુણી બહુ ઓછા હશે જે સારુ વિચારશે અને સારા જ કર્મ કરશે.ધરતી પર એટલી બધી વસ્તી વધી ગયેલી છે, એટલે આ બધી વસ્તુઓ તો બનવાની જ છે. અને શાસ્ત્રોમાં કહ્યુ છે કળીયુગમાં અધર્મ માઝા મુકશે અને ધરતી પાપનો ભાર નહી ઉપાડી શકે ત્યારે ઈશ્વરને ધરતી પર અવતાર લેવો જ પડશે. ભગવાન સીવાય આ અધર્મ કોઈ ન રોકી શકે.

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to સત્ય મેવ જયતે.

 1. Atul Jani (Agantuk) કહે છે:

  મૃત્યુલોક અથવા તો મનુષ્ય રજોગુણ પ્રધાન છે તેથી તેની અંદર હંમેશા મીશ્ર ભાવો રહેવાના. કેટલાક લોકો કે જે સત્વ ગુણ વધારી શકે તે મહાત્મા કે મહાન માણસ બની શકે. તમો ગુણ વધારે તો પશુ તુલ્ય બની જાય.

  મનુષ્યનું ધ્યેય તો ત્રિગુણાત્મક પ્રકૃતિથી સર્વથા મુક્ત થઈને ત્રિગુણાતિત થવાનું છે. ઈશ્વરની આ સૃષ્ટિ અનાદી કાળથી ચાલતી આવી છે અને ચાલતી રહેશે. સત્વ પ્રધાન લોકો સ્વ લક્યાણ અને જન કલ્યાણના કાર્યો કરતાં રહેશે. મોટા ભાગનો જન સમુદાય રજો ગુંણી રહીને કામ / ક્રોધ અને લોભમાં અટવાયા કરશે. કેટલાંક લોકો પતન પામીને પશુ તુલ્ય જીવન ગુજારશે.

  અત્યારે કળીયુગ નહીં પણ ચડતો દ્વાપર યોગ ચાલે છે.

  http://madhuvan1205.wordpress.com/2012/03/24/%E0%AA%95%E0%AB%88%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%AE-%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0/

  http://bhajanamrutwani.wordpress.com/2012/03/23/%E0%A4%95%E0%A5%88%E0%A4%B5%E0%A4%B2%E0%A5%8D%E0%A4%AF-%E0%A4%A6%E0%A4%B0%E0%A5%8D%E0%A4%B6%E0%A4%A8%E0%A4%AE-%E0%A4%AD%E0%A5%82%E0%A4%AE%E0%A4%BF%E0%A4%95%E0%A4%BE-%E0%A4%B6%E0%A5%8D%E0%A4%B0/

 2. Dilip Gajjar કહે છે:

  આ .હેમાબેન, આપનો મનનાત્મક લેખ વાચ્યો અને વ્યથા પણ સમજાઈ ..માણસ બદલાઈ શકે છે ..તેવી આશા વિશ્વાસ તેના પર રાખવો જ જોઈએ અને મને પણ આવો વિશ્વાસ છે …પ્રભુ પણ એજ આશે આપણાં દોષ ને જુએ છતાં પણ એટલો જ ભાવ ને આશા રાખી જગાડે છે ..માનવ માં બેય છે શુભ અને અશુભ ..શુભ જાગે તો અશુભ પાછળ જ રહી જશે …તેમાનું સત્વ તત્વ જાગે એવી આશા જેમ મા ને છે તેમ આપને રાખીએ …એ જ વિશ્વાસ ..કંઈ ફોગટ ના જાય ..શબ્દ તેની અસર કરે જ ..ક્યારે તે નહીં ..પણ પરિણામ આવે જ જરૂર માનવ વિકાસ પામશે જ અને …આપનો દેશ પણ આગળ આવે છે ..વ્યક્તિ વ્યક્તિ બદલાશે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s