પિતૃ દેવો ભવ.

                                  Happy father’s day.      

આ  સંસારમાં માતા પૂજનીય છે તો પિતા પણ એટલાજ પૂજનીય છે. પિતા વીના પણ જીવન અધુરૂ છે. પતિ-પત્નિ સંસારની ગાડીના બે પૈડા છે, બંનેથી જીવન શોભી ઉઠે છે.માતા- પિતા થકી તો આ સંસાર છે. કોઈના જીવનમાં જો પતિ, પત્નિ પહેલાં પરલોક  સીધાવે તો પત્નિ અને બાળકોની હાલત કફોડી થાય છે. એ ઘરની,પરિવારની કોઈ કિંમ્મત નથી રહેતી. પિતા હોય ત્યારે જે માન સન્માન પરિવારને સમાજ તરફ્થી મળે છે તે તેના ગયા પછીથી નથી મળતુ. એટલેજ પિતા ઘરના વડીલ, એજ ઘરનો મોભો, ઘરની માન મર્યાદા છે.આપણે ઘણી વખત બોલીએ છીએ બે આંખની શરમ આજ શબ્દો બતાવે છે પિતા છે તો ઘરની આબરૂ અને કિંમત છે નહી તો સમાજમાં આવા પરિવારની કોઈ કિંમત નથી કરતુ.

માતા બાળકોને વ્હાલ કરે પ્રેમ કરે તે દેખાઈ આવે જ્યારે એક પિતા તેના સંતાનોને પ્રેમ કરે તે દેખાતુ નથી, પિતા તેના બાળકો માટેનો પ્રેમ હ્રદયમાં રાખે છે અને પિતાની આંખોમાં સંતાન માટે પ્રેમ હોય છે.પિતાના માથે ઘરની જવાબદારીને લીધે  હમેશાં તેના માટે ચિંતિત હોય. એટલે જ પિતા ઘરની છત્ર છાયા માનવામાં આવે છે. ઘર પરથી આ છત્ર હઢી જાય તો શુ હાલત થાય ? બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે તનતોડ મહેનત કરે અને આ જ બાળકો માટે સખ્ત પણ થાય એટલે જ બાળકો માતા કરતાં  હમેશાં પિતાથી ડરતા હોય છે. બાળકો પિતાની આંખોની ભાષા સમજી જાય છે પિતા ગુસ્સામાં છે કે મુડમાં છે.પરંતુ આ પિતા પણ પોતાના સંતાનોને અનહદ પ્રેમ કરે છે અને ખાસ કરીને દિકરી માટે હમેશાં સોફ્ટ કોરનર હોય છે. દિકરી માટે પિતાનુ હ્રદય મમતા અને વાસ્તલ્યથી છલોછલ ભરેલુ હોય. આ વ્હાલસોઈ દિકરીને જ્યારે સાસરે વિદાઈનો સમય આવે ત્યારે જીગરના ટુક્ડાને વિદાય કરતાં પિતાના અશ્રુના બંધ તુટીને પુર જોશમાં વહેવા લાગે છે. દિકરીને સાસરે વિદાઈ કરતાં શૌધી વધારે દુખ પિતાને થાય છે અને જીવનમાં ગમે તેવા મોટા દુખો આવે, ગમે તેવી પરિસ્થિતી આવે તેનો સામનો કરનાર પિતા, દિકરીને સાસરે વિદાઈ આપતાં, વાઘ જેવો પિતા પણ  તુટી જાય છે અને ત્યારે પિતાની આ હાલત જોઈને પથ્થર દિલની આંખ પણ ભિંજાયા વીના ન રહી શકે. અને ખરેખર આ પ્રસંગ  પિતા માટે બહુજ દર્દ દાયક હોય છે, છતાં પણ મનમાં એકજ ઈચ્છા હોય અને શીખામણના બે શબ્દો હોઠ પર હોય   દિકરી,સાસરીયામાં મારા કુળ અને ઘરની આબરૂની મર્યાદા જાળવજે. અને ખરેખર દિકરી બે કુળને તારે છે.

એક પુરૂષ પોતે પિતા બનીને પોતાની જવાબદારીઓ બરાબર નીભાવે છે. અને આ પિતા પોતે પણ કોઈનો દિકરો છે, કોઈનો ભાઈ છે અને પતિ પણ છે અને જીવનમાં આ બધા પાત્રો બરાબર ભજવે છે, ભજવી જાણે છે. છતાં પણ મૌન ! સ્ત્રીઓની જેમ બોલીને બતાવી નથી શકતો. ચિંતાઓ છુપાવે દુખ છુપાવે અને પરિવારને સુખી રાખે, એકલે હાથે આખા ઘરનો ભાર ઉપાડે, અને આટલા માટે તો પુરૂષોને હાર્ટએટેક વધારે આવે. કેમકે દુખ આવે પરેશાનીઓ આવે તે રોઈ નથી શકતો, આંસુ નથી પાડી શકતો, દર્દ દિલમાં છુપાવે અને હસતે મોઢે ઘરનો ભાર એકલો ઉપાડે.

માતા માટે ઘણુ ઘણુ લખાય છે, પિતા માટે આપણને ઓછુ વાંચવા મળે છે. કેમકે  સ્ત્રીઓ આપણી સંસ્કૃતિનો પાયો છે. ભારતીય સંસ્કૃતિનો આધાર  સ્ત્રીઓ પર છે. અને આપણા શાસ્ત્રોએ નારી માટે જે બંધન, નિતિ-નિયમો બનાવ્યા તેના પાલનથી આપણી સંસ્કૃતિ ટકી રહી છે. અને બાળકોના ઉછેર કરવા માટે એક સ્ત્રી જે માતા છે તેનો બહુ મોટો ફાળો હોય છે.સંતાનોના ઉછેરમાં માતાનુ બહુ મોટુ યોગદાન હોય છે એટલા માટેજ  બાળકનો સાચો ગુરૂ તેની માતા છે.

મહાત્મા ગાંધીજીએ  આખા દેશનો ભાર માથે ઉપાડ્યો, આખા દેશની જવાબદારી લીધી,  દેશ માટે લડ્યા અને રાષ્ટ્રપિતા કહેવાયા.

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

3 Responses to પિતૃ દેવો ભવ.

 1. nabhakashdeep કહે છે:

  પિતાની મોટાઈ સાચે જ છૂપાઈને શીળી છાયા ધરે છે. સરસ લેખ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Atul Jani (Agantuk) કહે છે:

  આજે આસ્થા પગે લાગીને કહે કે: Happy Father’s day

  મેં હસીને કહ્યું: દિકરા એવા કાર્યો કરો અને એવું જીવન જીવો કે જેનાથી તમે Happy રહો અને તમારા સાનિધ્યમાં આવનારા Happy રહે.

  સંતાનોને Happy જોઈને Father જેટલા Happy રહે છે તેટલા બીજી કોઈ બાબતથી Happy નથી થતાં.

 3. paresh patel કહે છે:

  Reblogged this on મહાગુજરાત, જય જય ગરવી ગુજરાત and commented:
  With all the blessings and love. let’s pray for our parents….!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s