હું દરોજ મોર્નિગ વોક કરવા માટે જાઉં છું, ચાલતાં ચાલતાં એક દિવસ રસ્તા પર પડેલ પાંચ ડોલરની નોટ જોઈ અને મેં તે ઉપાડી અને મારા ખીસામાં મુકી અને તરતજ વિચાર આવ્યો, આ પાંચ ડોલર પર મારો કોઈ અધિકાર નથી આ ડોલર મારા નથી એટલે મેં નક્કી કર્યુ મંદિર જઈશ ત્યારે આ ડોલર હું મંદિરમાં મુકી દઈશ. અને જ્યારે હું મહાદેવજીના મંદિર ગઈ ત્યારે મેં એ નોટ દાન પેટીમાં મુકી દીધી. આમ તો, પેની તો ઘણી બધી રસ્તા પર પડેલ જોવા મળે છે તે ક્યારેય કોઈ નથી ઉપાડતું, હા મારા નણંદ હમેશાં પેની પણ રસ્તા પરથી ઉપાડે તે માને છે લક્ષ્મી કોઈના પગ નીચે ન આવવી જોઈએ એટલે એક ડબ્બો રાખ્યો છે તેમાં પેની ભેગી કરે અને ભરાય એટલે મંદિરમાં મુકી આવે.એકાદ વર્ષ પછીથી મોર્નિગ વોક કરતાં ફરીથી મને વીસ ડોલરની નોટ મળી અને ઉપાડીને ખીસામાં મુકી અને ફરી પાછુ નક્કી કર્યુ આ નોટ હું મંદિરમાં મુકી દઈશ અને જ્યારે સાઈબાબાના મંદિર ગઈ ત્યાં મુકી દીધી.
અને ડોલર મુકતાં જ મનમાં એક વિચાર આવ્યો અને મારી જાતને સવાલ કર્યો શું ૨૦ ની જગ્યાએ તને ૧૦૦ ડોલરની નોટ રસ્તા પર પડેલી મળી હોત તો તું તે પણ મંદિરમાં મુકશે ? અંદર બેઠેલ અંતરઆત્મા બોલી ઉઠ્યો ના, અંતરાત્મા મનને કહે છે મન તુ ના મુકે !!! ( હા એ વાત અલગ છે અમેરિકામાં કોઈ ૧૦૦ ની નોટ સાથે લઈને ફરતુ નથી બધાજ લગભગ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે એટલે ૧૦૦ ની નોટ રસ્તા પર મળવી મુશ્કેલ છે, મન જાણે છતાં તેનુ કામ તો વિચારવાનુ જ છે એટલે તેને ગમે તેવા વિચાર આવવાના જ છે ) મન આત્માને જવાબ આપે છે જો ૧૦૦ ડોલર મને મળે તોજ ખબર પડે, ચંચળ છું તે વખતની મારી સ્થિતિ મનેજ નથી ખબર. છતાં પણ ડોલર દાન પેટીમાં મુકતાં તે ક્ષણે મનની અંદર કેટલા બધા સવાલ એક સાથે ઉઠ્યા.
શું આ લાલચ નથી ? તું તારી જાતને છેતરી નથી રહી ? આ ખોટો ઢોગ ન કહેવાય ? અરે આ તે કેવી મનોદશા ? શું આ સ્મશાન વૈરાગ છે ? પાંચ અને વીસ ડોલરનો કોઈ મોહ નહી અને ૧૦૦ ડોલરનો મોહ ! જો મોહ હોયજ નહી તો તે એક ડોલર હોય કે ૧૦૦ ડોલર જ્યારે મનને બધાજ ડોલર સરખા દેખાય, બંનેમાં જ્યારે કોઈ ભેદ ન દેખાય ત્યારેજ મોહથી પર. ભગવાન તો આપણા મનની બધી વાત સમજે છે. આપણે મનથી માનીએ મને કોઈ મોહ નથી રહ્યો પરંતુ મન લલચાય એવી વસ્તુ સામે આવે ત્યારે આપણે તે વસ્તુ માટે સ્થિતપ્રજ્ઞ હોઈએ તો જ મન લાલચથી દુર છે, ગમે તેવા હિરા મોતી અમૂલ્ય ખજાનો સામે હોય અને તેના માટે મન ચલીત ન થાય તોજ સાચો વૈરાગ્ય આવ્યો છે તેમ સમજાય. પ્રભુએ મનુષ્યની અંદર મોહ-માયા એટલા ભર્યા છે આધ્યામિક માર્ગ પર ચાલનાર પણ ઘણી વખત ચલીત થઈ જાય છે.
http://en.wikipedia.org/wiki/Maya_(illusion)
વૈરાગનો મતલબ વેર+આગ જેનામાં ના હોય તેને વૈરાગ આવે. માયાને લઈને બધા વેરઝેર થાય છે અને જે મનમાં એક જાતની આગ લગાડે છે. જો માયા ના હોત તો હું આ લખવા પણ બેઠો ના હોત! માયાને લઈને માન અપમાન, મોહ.લોભ વગેરે ઉત્પન થાય છે. હકીકતમાં કોઈપણ દુ:ખી કેમ હોય છે, કારણ કે માયા માર ખવડાવે છે.
વિપુલ એમ દેસાઈ
http://suratiundhiyu.wordpress.com/
હેમા બેન
માયા મોહ છૂટવો દોહ્યલો છે.શાસ્ત્રોમાં આંતરિક છ દુશ્મનો કહ્યા છે .
કામ ,ક્રોધ ,મદ ,લોભ ,મોહ ,અને મત્સર .
મેં એક ગઝલ બનાવી છે .તેની છેલ્લી કડી આ પ્રમાણે છે.
जहा तक हो “अताई” दिलमे रख आला खायालोको
हसद मगरुरी दिलमेंसे निकल देनेके काबिल है .