ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે, કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભુલાય ત્યારે પ્રેમ સિધ્ધ થયો મનાય છે.
પરર્માત્મા પ્રેમીને જ પોતાન સ્વરૂપ બતાવે છે.
વંદનથી પ્રસન્ન થાય તે પરર્માત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવાત્મા.
વંદન માત્ર શરીરથી નહી મનથી પણ વંદન કરી શકાય.
ભક્તિ મંદિરમાં નહી પણ જ્યાં બેઠા હોઈએ ત્યાં પણ થઈ શકે.
કથા સાંભળે, સતસંગ કરે તો વિવેક આવે છે.
ગણપતિનુ પુજન એટલે જીતેન્દ્રીય થવું, સરસ્વતિજીની કૃપાથી મનુષ્યમાં સમજણ આવે છે.
સર્વ દેવોનુ પુજન કરો પણ ધ્યાન સ્મરણ એક ઈષ્ટદેવનું જ કરો.
જે જીવ કરે છે તેનુ નામ ક્રિયા છે અને પ્રભુ કરે છે તેનુ નામ લીલા છે.
શીવજી સ્મશાનમાં રહે છે, સ્મશાનમાં સમભાવ જાગે છે તેથી જ્ઞાન પ્રગટ થાય છે.
તેને રોજ યાદ કરવાની જરૂર છે.
મનુષ્ય બધી તૈયારી કરે છે પરંતુ મરણની તૈયારી કોઈ નથી કરતું.
પરર્માત્માને હિસાબ આપવાનો દિવસ એ મરણ.
ભાગવત મરણને સુધારે છે.
GOOD
ભાગવત મરણને સુધારે છે.
Ramesh Patel(Aakashdeep)
ડોંગરેજી મહારાજ ના ભાગવતની -આ રત્ન કણીકા ઓ વાંચી આનંદ થયો.
વધુ વાંચવા http://www.sivohm.com/2012/05/blog-post_01.html