મથુરામાં જન્મો, ગોકુળમાં આવી કરી લીલા તેં કાના
સૌના દિલને ભાવ્યો ઘેલા કર્યા નંદ-યશોદામા, કાનુડા.
ઘેલા કર્યા પશુ-પંખી, ગાય-વાછરડા ને સૃષ્ટિ, દેવકીનંદન.
ધૂમ મચાવી વ્રજમાં ઘુમ્યો, ઘુમ્યો તૂં રાસમાં, ઘનશ્યામ.
હરી લીધા હૈયા, વ્રજ વનીતાના તેં મનમોહન.
સાધુ-સંતોને મળવા કાજે, ભક્ત જનોને તારવા
ધર્મ સંસ્થાપના કાજે આવ્યો તૂં જગમાં, યોગેશ્વર.
ગાઈ ગીતા અનુપમ, જ્ઞાન દીધું ધરખમ, જગદગુરુ.
કર્યું જગ પાવન, ખમ્મા તને હે શ્રી ગીરીધારી.
ગોવાળો સંગમાં ગાયો ચરાવી વનમાં તેં ગોવિંદ.
લુટી માખણીયા મીઠાં, કરી અદભુત લીલા,હે નવનીત.
કૃષ્ણ મંડળ લે છે વારણા વારી વારી, હે બંસીધર
રહેજો અમ હ્રદયમાં શ્રી કૃષ્ણ, રાખજો સદા ચરણમાં.