મને ભક્તિ આપો.

મને ભક્તિ આપોને મુજ માવડી રે

કેમ વાર લગાડો છો આવડી હો માત

                           ભક્તિ આપોને….

મને કીંકર જાણીને દયા કરો રે — ૨

તારા નામથી હું તરુ ભવ પાર રે હો માત

                              ભક્તિ આપોને….

તુજ ભક્તિથી મુનિવર દેવતા રે — ૨

આદી અનાદી હજુ તને સેવતા હો માત

                              ભક્તિ આપોને…….

માજી શરણે આવ્યાંને ઉગારીએ રે

વીરદાળી મા ભીરૂધને વિચારીએ હો માત

                              ભક્તિ આપોને…….

કવિ લાલદાસ કરે માને વિનતી રે — ૨

માડી તુજ વીણ કોઈ નથી આશરો હો માત

ભક્તિ આપોને મુજ માવડી રે

                       મુજ માવડી રે — ૩

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

1 Responses to મને ભક્તિ આપો.

  1. Ramesh Patel કહે છે:

    સુશ્રી હેમાબેન
    માડી તુજ વીણ કોઈ નથી આશરો હો માત

    ભક્તિ આપોને મુજ માવડી રે
    …………………..
    very touching.

    આપને અને આપના કુટુમ્બીજનોને નાતાલની ખૂબખૂબ શુભેચ્છાઓ અને

    નવું વર્ષ સર્વરીતે સુખદાયી હો એવી મંગલ કામના.

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a reply to Ramesh Patel જવાબ રદ કરો