ગીતા ધ્વનિ.

                                                      સ્થિત પ્રજ્ઞ લક્ષણ.

૧- મનની કામના સર્વે  છોડીને, આત્મમાં જ જે, રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો.

૨- દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ, ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિર બુધ્ધિનો.

૩- આસક્ત નહી જે ક્યાંય, મળે કાંઈ શુભાશુભ, ન કરે હર્ષ કે દ્વેષ,  તેની પ્રજ્ઞા થઈ સ્થિર.

૪- કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી, સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ,  તેની પ્રજ્ઞા થઈ સ્થિર.

૫- નિરાહારી શરીરના, ટળે છે વિષયો છતાં, રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં.

૬- પ્રયત્નમાં રહે તોય, શાણાયે નરના હરે, મનને ઈન્દ્રિયો મસ્ત, વેગથી વિષયો ભણી.

૭- યોગથી તે વશ રાખી, રહેવું મત્પરાયણ, ઈન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.

૮- વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઉપજે, જન્મે આસક્તિ કામ, કામથી ક્રોધ નિપજે.

૯- ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિલોપે બુધ્ધિ નાશ, બુધ્ધિ નાશે વિનાશ છે.

૧૦- રાગ ને દ્વેષ છૂટેલી, ઈન્દ્રિયો વિષયો ગ્રહે, વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા.

૧૧- પામ્યે પ્રસન્નતા તેનાં, દુઃખો સૌ નાશ પામતાં, પામ્યો પ્રસન્નતા તેની, બુધ્ધિ શીઘ્ર બને સ્થિર.

૧૨- અયોગીને નથી બુધ્ધિ, અયોગીને ન ભાવના, ન ભાવનાહીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને.

૧૩- ઈન્દ્રિયો વિષયે દોડે,  તે પૂઠે જે વહે મન,  દેહીની તે હરે બુધ્ધિ,  જેમ વા નાવને જળે.

૧૪- તેથી જેણે બધી રીતે, રક્ષેલી વિષયો થકી, ઈન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.

૧૫- નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી, જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા.

૧૬- સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ, સમુદ્રમાં નીર બધાં પ્રવેશે, જેમાં પ્રવેશે સહુ કામ તેમ, તે શાંતિ પામે નહી કામ કામી.

૧૭- છોડીને કામના સર્વે ફરે જે નર નિઃસ્પૃહ,  અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ ભારત.

૧૮- આ છે બ્રહ્મદશા, એને પામ્યે ના મોહમાં પડે, અંતકાળેય તે રાખી બ્રહ્મનિર્વાણ મેળવે.

This entry was posted in ચિંતન, Uncategorized. Bookmark the permalink.

3 Responses to ગીતા ધ્વનિ.

 1. Gopal Shah,Kathlal કહે છે:

  I want to get this Gita Dwani in MP3 mode,it is possible

 2. Ramesh Patel કહે છે:

  સનાતન સુખની ચાવી એટલે ગીતા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. ભગવાન શ્રી કૃષ્ણાની વાણી….
  નામની બુક પરથી લખેલ લાગે છે..
  મે આ વાંચેલ છે એટલા માટે થોડું ઘણું યાદ આવ્યુ..
  આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s