શ્રી શિવ સ્તુતિ.

                                                ૐ નમઃ શિવાય

                                       પશુનાં પતિ પાપ નાશં પરેશમ

                                       ગજેન્દ્રસ્ય કૃતિ વસાનં વરેણ્યમ

                                      જટાજુટ મધ્યે સ્ફુરદ ગંગ વારિમ

                                      મહાદેવ મેકં સ્મરામિ સ્મરામિ

                                      નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે

                                      નમસ્તે નમસ્તે ચિદાનંદ મૂર્તે

                                     નમસ્તે નમસ્તે તપો યોગ ગમ્ય

                                     નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાન ગમ્ય

                               અસિત ગિરી સમં સ્યાત્કજ્જલં સિન્ધુ પાત્રે

                                 સુર તરુ વર શાખા લેખીની પત્રમુર્વી

                                લિખતી યદી ગ્રહિત્વા શારદા સર્વકાલં

                               તદપિ તવ ગુણા નામીશ પારં ન યાતિ.

ભોલેનાથ શિવજીના ગુણગાન કરવા માટે જો માતા સરસ્વતિ રાત દિવસ લખે તો પણ પુરુ ન કરી શકે, લખવાનો પાર ન આવે. તો આપણે મનુષ્ય તો શિવજીના ગુણગાન અને તેમનો મહિમા ગાવા માટે અસમર્થ છીએ. તેમના ગુણોનુ ચિંતન અને મનન કરીને તેમનુ જે અલૌકિક સ્વરૂપ છે તેના દર્શન કરીને  તેમના ચરણોમાં લાખો વંદન.

મહાદેવજીનુ આ અલૌકિક દીવ્ય સ્વરૂપ મા પાર્વતીને અતિશય પ્રિય છે.

ઉંચુ સ્થાન કૈલાસ પર  નિવાસ, માનસરોવર પ્રિય.મસ્તક પર અર્ધ ચંદ્ર, જટામાં ગંગાજી શોભી રહ્યા.કંઠે ભુજંગ માલા. અંગે ભસ્મ,ધારણ કર્યા વાઘાંમ્બર, હરિના તેજ તણો નહી પાર. કરકમલમાં ત્રીશુર-ડમરુ શોભે.ત્રીનેત્ર સુંદર મુખ કમલ, ગુણ અનેક.અલૌકિક શીતળ-સૌમ્ય મુર્તિ, સમાધિ-ધ્યાન અવસ્થામાં લીન, જપત નિરંતર મુખમાં રામ નામ. દેવો ના દેવ મહાદેવ તમારી મહિમા અપરમ પાર.

શિવરાત્રિના અતિ મંગલમય પવિત્ર પાવન દિવસે શ્રી ભોલેનાથ શિવજીને કોટી કોટી પ્રણામ.

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s