સુખ એટલે

સુખ એટલે

સુખની પરિભાષા શું છે ? સુખ કોને કહીશું ? સુખની શોધમાં લોકોની આખી જીંદગી પુરી થઈ જાય છે. તેની વ્યાખ્યા કરવી કઠીન કામ છે. ટુંકમાં કહેવું હોય તો આપણી સામે જે પરિસ્થિતી આવે તેમાં આપણુ મન આનંદ અનુભવીને ખુશ થાય તે સુખ છે.દરેક વ્યક્તિ નિરંતર સુખની જ કામના કરે. પરંતું આખી જીંદગી સુખી કોણ રહી શકે છે ? દરેકને જીવનમાં કોઈને કોઈ કઠિનાઈઓ આવવાની જ છે. તેનો સામનો કરીને ,તેમાંથી રસ્તો કાઢીને જીવતાં આવડે તો દુખ ઓછું થાય. મીરાંએ ગાયુ છે

રામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી, આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ ઓધ્ધવજી,

કોઈ દીન ભોજન શીરોને પુરી તો કોઈ દીન ભુખ્યા રહીએ

કોઈ દીન પહેરણ હિર ને ચીર તો કોઈ દીન સાદા રહીએ

કોઈ દીન રહેવાને વાડીને બંગલા તો કોઈ દીન જંગલ રહીએ

કોઈ દીન સુવાને ગાદીને તકીયા તો કોઈ દીન ભૉય સુઈએ

બાઈ મીરાં કહે છે પ્રભુ ગિરીધરના ગુણ

સુખ-દુખ સૌ સહી લઈએ ઓધ્ધવજી રામ રાખે તેમ રહીએ.

મીરાંએ કેટકી મોટી વાત સમજાવી છે. ભગવાન જે પરિસ્થિતીમાં રાખે તેને ભગવાનનો પ્રસાદ માનીને ગ્રહણ કરી સ્વિકારી લઈએ તો દુખ છે જ નહી. બધાને માટે આ વસ્તુ બોલવી સહેલી છે સાચે જીવનમાં આવે ત્યારે દુખ ઉભુ થાય.કારણ મનને તેની મરજી મુજબ રાચવું છે. સુખ-દુખ એ મનના ખેલ કહ્યા છે.તો સૌથી પહેલાં મરકટ મનને તૈયાર કરવું પડે.દરેક વ્યક્તિ તેના સ્વભાવ પ્રમાણે સુખની વ્યાખ્યા કરે છે. એક જ પ્રસંગ, પરિસ્થિતી બે વ્યક્તિઓ તેનો અલગ અલગ અનુભવ કરે. કારણ બે વ્યક્તિના વિચાર જુદા જુદા હોય છે. માટેજ દુનિયામાં સુખ-દુખ જેવી કોઈ વસ્તુ છે જ નહી મનનો ભ્રમ કહો, મનની સ્થિતી કહો. મન જ સર્વનુ કારણ કહી શકાય.આમ જોવા જઈએ તો સુખ-દુખ એ આપણા કર્મોનો હિસાબ છે, તો દુખ માટે ભગવાનને કોસ્યા વીના જીવન સુધારવુ જોઈએ જેથી કર્મોનો સંચય ઓછો થાય. કર્મોના મોટા પહાડ સમા જે ઢગલા કર્યા છે તેનુ સ્મરણ કરીએ તો જે દુખો આવીને ઉભા છે તે તુચ્છ લાગે.

સાચું સુખ હકારાત્મક વિચારો રાખવાથી આવે. હશે નભશે ચાલશે આ ગાંઠ મનમાં બાંધેલી હોય તો ઓછુ દુખ આવે.મનની અંદર અનેક ઈચ્છાઓ હોય તેને કારણ લાલચ ઉભી થાય, આ લાલસાઓ સંતોષાય નહી ત્યારે દુખ ઉભુ થાય. ઈચ્છાઓને કોઈ અંત હોતો નથી, બધી ઈચ્છાઓ ક્યારેય ન સંતોષાય.જેને ઈચ્છાઓના ઘોડા પર લગામ ખેંચતા આવડે તેને દુખ ઓછા હોય, માટે જ કહે છે સંતોષિ નર સદાય સુખી.

વર્તમાન યુગ એવો છે દરેકની વૈભવશાળી જીંદગી બની ગઈ છે, દેખા દેખી,તેમાં હરિફાઈ જેને કારણ બીજા પાસે જે છે તેનાથી મારી પાસે વધારે હોવું જોઈએ. હવે વધારે પામવા માટે કેટલી બધી મહેનત , કેટલા બધા છળ કપટ, અનિતી કરવી પડે. જો તેમાં સફળ ન થવાય તો પાછું દુખ ઉભુ થાય. દુખ જાતેજ ઉભુ કરેલ છે. ભગવાને જે આપ્યું છે તેનાથી મન ધરાતું નથી. પોતાને જે મળ્યું છે તે પસંદ નથી બીજા પાસે જે છે તે વધારે પસંદ આવે છે. ભગવાને કર્મના હિસાબ કિતાબ કરીને ન્યાય કરીન જે આપ્યું તે મંજુર નથી . ભાગ્યમાં જેટલું લખ્યું હોય તેટલુ જ તેનો સમય આવે ત્યારે જ મળે .ભગવાનની આ વ્યવસ્થા જો સમજાઈ જાય પછીથી જીવનમાં સુખ જ છે.

સાચુ સુખ છે

મનનો સંતોષ, હકારાત્મક વિચારો ,શરીરની નિરોગી સ્વસ્થ તંદુરસ્તી ,બીજાના દુખમાં દુખી બીજાના સુખમાં સુખી એવુ ઈર્ષા વીનાનુ જીવન.પરોપકારી જીવન, જરુરિયાતમંદ લોકોને મદદ કરવાથી મનને આનંદ થઈ સુખની લાગણીનો અનુભવ થાય..નિસ્વાર્થ સમાજ સેવા, જન કલ્યાણ ,માનવ સેવા કરીને લોકોને આનંદ મળતો હોત છે, ગુપ્ત દાન, વિદ્યાદાન કરીને, આડોશી-પાડોશીને સુખ-દુખમાં મદદ કરીને , ભારતમાં ઘણા ડૉક્ટરો એવા જોયા છે જે ગરીબ લોકોને વીના મુલ્ય સારવાર કરીને આનંદ અનુભવીને મન ખુશ થાય છે.કંઈ કેટલાય લોકો જોયા છે જેઓએ પોતાની પુરી જીંદગી બીજાની સેવા અર્થે ખર્ચી નાખીને તેમાં આનંદ અનુભવે છે.મનની ખુશી એતો સુખ છે. સુખ માણવું જ હોય તો ઘણા રસ્તા છે. આપણુ મન કયો રસ્તો અપનાવે છે તેના ઉપર સુખનો આધાર છે.

સાચું સુખ સમાયેલું છે ઈશ્વર ચિંતનમાં અને સ્વની પહેચાન , દરેક જણ પોતાની જાતને ઓળખી લે તો પછી દુખ જેવું કંઈ છે નહી. બીજાની જીંદગીમાં ઝાંખવાથી, બીજાના અવગુણો જોવાની ટેવ હોય છે, બીજા લોકો પણ આપણા વિચારો પ્રમાણે, આપણુ મન કહે તેમ ચાલવું જોઈએ. બીજાના પર આપણા વિચારો લાદવાની ટેવ હોય છે.બીજાની પંચાત કરવાથી દુખ ઉભા થાય છે.પરંતુ જ્યારે પોતાના અવગુણો જોવાના ચાલુ કરીશું ત્યારે દુખ ભાગી જશે.સ્વને ઓળખીએ ત્યારે મનના રાગ-દ્વેષ ઓછા થઈ સુખની પ્રતિતી અવશ્ય થાય છે.

સૌથી મોટું અને અગત્યનુ છે આત્મ સુખ ! મનુષ્ય જન્મ મળ્યો છે જેનાથી પરમ તત્વની પ્રાપ્તિ થવાની છે તે આત્મસ્વરૂપને ઓળખીએ તો તેની સામે દુનિયાના સંસારિક સુખો તુચ્છ લાગે. સાચું સુખ શોધવાનો ક્યારેય પ્રયત્ન નથી કરતા , ક્ષણિક સુખની પાછળ દોડિયે છે તે પણ જન્મો જન્મથી. ક્ષણિક સુખ માટે ન જાણે કેટલાય ભવ બગાડ્યા હશે ! ગીતાનો બારમો અધ્યાય જેમાં શ્રી ક્રિષ્ણએ ભક્તના લક્ષણ બતાવ્યા છે તેમને કેવો ભક્ત પ્રિય છે

૧૨ મો અધ્યાય – શ્લોક -૧૮

समः शत्रौ च मित्रे च तथा मानाअपमानयोः

शीतोष्ण सुख-दुखेषु समः संग विवर्जितः

અર્થાત

જે શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન રીતે વર્તે છે. માન અપમાનમાં જેને સમભાવ છે

તાઢ-તડકો , સુખ-દુખ વગેરે દ્વંન્દો પણ જેના મનને સમાન છે

શ્રી ક્રિષ્ણએ કહ્યું છે જેની બુધ્ધિ મિત્ર અને શત્રુ બંને માટે સરખી હોય, બંને માટે કોઈ ભેદભાવ ન હોય જેને માન અપમાનની કંઈ પડી નથી, કોઈ માન આપે તો પણ ઠીક ન આપે તો પણ ઠીક,માન અપમાનની તેને કોઈ પરવા ન હોય, તેના મનને તેની કોઈ અસર ન થાય કોઈ પણ ઋતુમાં ટાઢ-તડકામાં અકળાઈ ન ઉઠે.દરેક વસ્તુ અને પરિસ્થિતીમાં સમભાવમાં રહે. સુખ-દુખમાં સમાન રહે , જેને સુખ-દુખની પડી નથી, સુખ-દુખ તેના મનને સ્પર્ષે નહી તે સ્થિત પ્રજ્ઞ કહેવાય.

ઉપરનો શ્લોક જોઈને અને વિચારીને આપણી જાતને સવાલ કરીએ આમાંનુ એક પણ લક્ષણ આપણામાં છે ? તેના પરથી સુખ-દુખની વ્યાખ્યા સમજાશે.

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s