ઊંચી મેડી તે મારા સંતની રે

ઊંચી મેડી તે મારા સંતની

 

નરસિંહ મહેતા એક મહાન ક્રિષ્ણ ભક્ત અને એક મોટા સંત કવિ થઈ ગયા. આપણા ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત છે. તેઓ જ સૌથી પહેલા કવિ  હતા, જેમણે કવિતા, કાવ્ય, ભજન લખવાની શરુઆત કરી.તેઓના માટે ખરેખર આપણે સૌ ગુજરાતીઓને ગર્વ થાય છે.તેમની દરેક રચનામાં અલગ અલગ ભાવ પ્રગટ થાય છે, છતાં પણ કેન્દ્રમાં તો ક્રિષ્ણ ભક્તિ જ છે.દરેક રચના ભક્તિરસથી સજાવેલી છે.કોઈ રચનામાં ભરપુર ક્રિષ પ્રેમ છલકાય છે, તો કોઈમાં પ્રાર્થના, કોઈમાં વિનંતી-આજીજી-યાચના, તો કોઈ રચનામાં ક્રિષ્ણ માટે હ્રદયની વેદના-યાતના પણ જોવા મળે છે.તેમની આ સુંદર રચના છે જેમાં ઉંડું તત્વ ચિંતન સમાયેલુ છે.મનુષ્યની પુરી જીંદગી સંસારી માયાજાલમાં ફસાયેલી રહે છે,જ્યારે મૃત્યુ સમીપ હોય ત્યારે જેમણે તન-મન ક્રિષ્ણને હવાલે કરી દીધેલા છે તેમની હ્રદય વેદનામાંથી જે એક એક શબ્દની સ્ફુરણા થઈ છે તે ખરેખર આપણા દિલને સ્પર્ષી જાય છે.

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માણી ન જાણી રે

હો રામ, હો રામ . . . . . ઊંચી મેડી તે મારા સંતની રે

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, હે મારો પિંડ છે કાચો રામ

મોંઘા તે મૂલની મારી ચૂંદડી,મેં તો માણી ન જાણી રામ

અડધાં પહેર્યાં,અડધાં પાથર્યાં,અડધાં ઉપર ઓઢાડ્યાં રામ

ચારે  છેડે તે ચારે જણા, દોરી  ડગમગ  જાયે  રામ

નથી તરાપો, નથી તૂંબડાં, હે નથી ઊતર્યાનો આરો રામ

નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ ! પાર ઉતારો નાવ.

નરસિંહ મહેતા સંત જ્ઞાની ભક્ત હોવાથી આ રચનામાં ઘહેરુ ચિંતન જોવા મળે છે.ભક્તિના ઉંચા શીખર પર પહોંચ્યા પછી પણ તેમને લાગે છે, પરમાત્માને પામવા માટે હજુ ઘણુ ખુટે છે.શરુઆત કરી છે મારા સંતની મેડી ઊંચી છે, જેને તે બરાબર હજુ જાણી નથી શક્યા, નથી માણી શક્યા. ઈશ્વરનુ તેડુ આવ્યુ છે સંતના લક્ષણ છે જેનુ મન અને બુધ્ધિ સ્થિર થયા છે, મનમાં નથી કોઈ કામના.મનની અંદરથી બધા જ વિકારો નાશ પામીને  શુધ્ધ કંચન સમાન બની ગયું છે, મન-બુધ્ધિ  સ્થિત પ્રજ્ઞ બન્યા છે. ભક્તને સંતની સમાન આ ઉચાઈ પર પહોંચીને સત-ચિત્ત-આનંદમાં મ્હાલવુ છે.કવિ કહે છે હજુ હું ત્યાં સુધી પહોંચ્યો નથી અને  તેડાં શીદ મોક્લ્યાં ? આ શરીર પરમાત્મા સુધી પહોંચવા માટે હજુ પરિપક્વ નથી થયું. પંચતત્વથી બનેલ મોંઘો આ માનવ દેહ તે અમુલ્ય છે, પંચભુત મનુષ્ય દેહથી જ પરમ તત્વ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય.આ દેહને અંન્તેષ્ટિ માટે મુક્યો છે જે ફુલહાર,કંકુ-શ્રીફળ,કફનથી સજાવી ચાર છેડે ચાર જણા ઉઠાવીને ડગમગ કરતા દોરી જઈને કાષ્ટની સૈયા પર સુવાડે છે, જ્યાંથી મારે એકલાએ જવાનુ છે, ભવસાગર પાર કરવા માટે મારી પાસે નથી તરાપો,તૂબડાં કે મને ખબર નથી કોઈ કિનારો ! મારી નૈયા કોણ પાર કરાવશે ? હે પ્રભુ તમે જ એક આધાર છો , મારી નાવ કિનારે લઈ જઈ, તમે જ મને ભવ પાર ઉતારો.

 

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s