વરિષ્ઠ નાગરિકનુ સુખ – સંતોષી જીવ
સંતોષી જીવ – જેના મનની બધી જ કામનાઓનો નાશ થયો છે , તેનુ મન સંતુષ્ટ થઈને શાંતિનો અનુભવ કરે છે. દરેક મનુષ્યની ઈચ્છા હોય તેને જીવનમાં સુખ પ્રાપ્ત થાય, આખી જીંદગી સુખી રહે, એના માટે તે દર દર ભટકતો રહે પરંતું સુખનુ મુળ તેના મનની અંદર જ છુપાયેલુ છે, જે મનની અંદર સ્થિત થયેલુ છે તેનાથી તે અજ્ઞાત છે. અજ્ઞાનને કારણ તેના મનને શાંતિ નથી.જેના મનમાં શાંતિ ન હોય તે કેવી રીતે સુખ પ્રાપ્ત કરી શકે ? અજ્ઞાનને કારણ દુખોમાં વૃધ્ધિ થયા કરે છે.શાંતિ પ્રાપ્ત કરવા માટે મન પર નિયંત્રણ હોવું જરૂરી છે. જો મનની અંદર અનેક ઈચ્છાઓ અને કામનાઓ ભરેલી હશે તો તેને શાંતિ પ્રાપ્ત ક્યારેય ન થાય.શાંતિ પ્રાપ્ત કરવા માટે તો સૌ પ્રથમ ઈચ્છાઓનો નાશ કરવો પડે.પોતાની પસંદ પ્રમાણે કોઈ વસ્તુ ન થાય તો ત્યારે વ્યક્તિનુ મન વધારે અશાંત થાય છે.
મનની અંદર ઈચ્છા જાગે તે પુરી કરવામાં આવે એટલે બીજી જાગે, તેને પુરી કરો એટલે ત્રીજી આમ જો મનની ઈચ્છાઓ પુરી થતી જાય એટલે લાલચ જાગે, મન લાલચી બની જાય પછીથી આ લાલચનો નશો ચડે એટલે માણસને સામે બીજુ કંઈ પણ ન દેખાય, તે સારા-ખોટાનુ ભાન ભુલી જાય.જે વ્યક્તિના મનની અંદર હશે-નભશે-ચાલશે,ની ભાવના હોય તે ક્યારેય દુખી ન થાય. ઈશ્વરે જે આપ્યું અને જેટલું આપ્યું છે તેમાં મન રાજી રહે તેમાં જ સુખ માને ત્યારે તે મનનો સંતોષ છે. તેમાં જ મનની શાંતિ સમાયેલી છે.આ વસ્તુ વીના હું નિભાવી લઈશ , આ વસ્તુ વીના મને ચાલશે , જ્યારે આ ભાવના મનની અંદર પેદા થાય ત્યારે મનની વાસનાઓનો નાશ થાય છે, ઈચ્છા-વાસનાઓ નાશ પામતાં જ મન શાંતિનો અહેસાસ કરે.સંતોષી જીવ સદાકાળ સુખ ભોગવે છે.માટે જ કહ્યું છે ‘ સંતોષી નર સદા સુખી ‘ જેને દરેક વસ્તુ માટે હમેશાં મનમાં સંતોષ હોય તેને દુખ સ્પર્ષિ ન શકે, દુઃખ કોસો દુર ભાગે.સુખ-દુઃખ એ મનના ખેલ છે, જે માનવીએ જાતે ઉભા કરેલા છે તો પછી તેના માટે ફરિયાદ કેમ ? તેના માટે શું કામ ચિંતા કરવી , શોક કરવો ?
પ્રતિસ્પર્ધાનો જમાનો છે, બીજાની સારી કિમતી વસ્તુ જોઈને તેની પાસે જે છે તે મારી પાસે પણ હોવું જોઈએ તે ઈચ્છા, લાલચ સીવાય બીજું કંઈ નથી. બુધ્ધિથી તેના તર્ક-વિતર્ક કરી વિચારીને ઈન્દ્રિયોના ઘોડાની લગામ ખેચતાં જેને આવડે છે તે મનને જીતી શકે. સુખ-દુખના તાણા વાણાથી જીવન વણાયેલું છે.બંને સાથે રહેવાના છે.પરંતું સુખ અને દુખમાં સ્થિર મતિ રહે તો તેનુ મન દુખી ન થાય.દુખ આવ્યુ એટલે સૌથી પહેલાં ભગવાન આગળ ફરિયાદ ચાલુ થઈ જાય.
दुःखमें सुमिरन सब करे, सुखमें करे न कोई, जो सुखमें सुमिरन करे, तो दुःख काहे को होय
જો આપણને આ વસ્તુ યાદ રહે અને સમજાય તો પછી કોઈ ફરિયાદ ન રહે.ઈશ્વરે કેટલુ બધુ આપ્યુ કુદરત તરફ એક નજર કરી વિચારતાં મનુષ્ય પર ઈશ્વરે કરેલા અસંખ્ય ઉપકાર દેખાય. અઢળક આપ્યુ તો પણ તેમાં મન ભરાતું નથી અને ધરાતું પણ નથી. આપેલુ ઓછું પડે છે,સંતોષ નથી.ભગવાને વગર માગે જે આપ્યું તેની કોઈ કિંમત નથી.અઢળક મળ્યું પરંતુ જો માગેલી એક વસ્તુ ન મળે તો તેના માટે ફરિયાદ, તેના માટે દુઃખ.જે સૌથી કિંમતી અને જીવવા માટે જરૂરી છે કે જેના વીના બે મિનિટથી વધારે ન જીવી શકાય તે પ્રાણવાયુ ઈશ્વરે વીના મુલ્ય આપી દીધો છે. તેના માટે ક્યારેય આપણે ભગવાનનો ઉપકાર માન્યો ? તેના માટે એક વખત પણ ભગવાન માટે ‘Thank you very much ‘ શબ્દ કોઈ દિવસ મૉઢામાંથી નિક્ળ્યો છે ?
ઘરમાં રહીને ભગવાન પાસે માગણી ! મંદિરમાં માગણી ! ઘણી વખત એવું લાગે, મંદિરની અંદર જઈને ભગવાન પાસે માગવા વાળા અને મંદિરની બહાર બેઠેલા ભિખારીમા કોઈ ફરક નથી. ભિખારી તેના પેટની ભુખ મિટાવવા ભીખ માગે છે અને સામાન્ય માણસ મનની અંદર રહેલી વાસનાઓની ભુખ મિટાવવા પ્રભુ પાસે ભીખ માગે છે.લાલચ બુરી બલા કહી છે. લાલચ માણસને અધમ કામ પણ કરાવે. મનની ઈચ્છાઓ અને લાલસા-વાસના જીવનમાં બુરી આદતોનો શિકાર બનાવી દે છે.
માયાનગરી મુંબઈ, જે ચોવીસ કલાક જાગતી રહે છે. દિવસે દોડતી, શ્યામ રંગીન તો ધબકતી રાત્રિ, લોકો વૈભવશાળી જીંદગી જીવી જાણે છે તો ઐયાશી પણ કરી જાણે છે.આજે સાંજના ક્લબમાં , મિનાક્ષી,વિશાખા,વનિતા અને સરલા ચારેવ સહેલી ટેબલ પર બેસીને કોફી પી રહી છે.અહિયાં રમી રમવા માટે ભેગી થાય છે. બારેવ બત્રીસ દિવસ તેમનુ ટેબલ બુક હોય છે.
મિનાક્ષી બોલી “ સરલા તૂં એક દિવસ તો રમી રમવા માટે અમારી સાથે જોડાઈ જા “ વિશાખા અને વનિતાએ પણ સુર પુરાવ્યો , હા સરલા કોઈક દિવસ તો અમારી સાથે રમ, તૂં ક્યારે અમારી સાથે નથી રમતી “
સરલા “ તમે લોકો વારંવાર મને રમવા માટે આગ્રહ કરો છો અને મારો તમને હમેશાં એક જ જવાબ હોય છે, જોવો મારી સખીઓ આ મારો વિષય નથી મારી ઈચ્છા વીના મને અંદર ન ઘસીટો, મને બાકાત રાખો તમે બધા મઝા કરો મને રમવામાં કોઈ રસ નથી અહિંયાં હું તમને મળવા માટે આવું છુ બે શબ્દો તમારા કાનમા નાખુ તો તમારી જીંદગી સુધરે, તમારી જીંદગી તો નથી સુધરતી તમે મારી પણ બગાડવા માગો છો ? “
પાંચ સહેલીઓ સ્કુલ અને કોલેજમા સાથેજ ભણી પાંચેવની ઘહેરી દોસ્તી છે એક બીજા વીના ન ચાલે ભણીને ચારેવને મુંબઈના જ મુરતિયા મળી ગયા એટલે ચારેવ મુંબઈમા સેટલ થઈ ગઈ જ્યારે પાંચમી પરણીને પતિ સાથે પરદેશ ચાલી ગઈ. ચારેવના પતિ કોઈ કરોડપતિ તો કોઈ અબજો પતિ છે. પૈસાની રેલમ છેલ.પૈસા ક્યાં વાપરવા એ મોટો સવાલ છે.સ્કુલ અને કોલેજકાળથી જ સરલાનુ કંઈક જુદુજ વ્યક્તિત્વ છે જેનાથી તે બીજા કરતાં અલગ તરી આવે. સાદી સીધી, હશે-નભશે-ચાલસે એ તેની પોલીસી છે. એકદમ સંતોષી જીવ.ચારેવમાં તેનો પતિ વધારે પૈસા ધરાવે છે જ્યારે તે પોતે એકદમ સાદી સીધી છે.ચારેવની પાનખર ઋતુ ચાલી રહી છે છતાં પણ મિનાક્ષી,વિશાખા અને વનિતાના મોજ શોખ ઓછા થવાની જગ્યાએ દિવસે વધતા જાય છે. ચારેવ નિવ્રત છે ઘરમાં નોકર-ચાકર-રસોઈ કરવા માટે મહારાજ, ગાડી ડ્રાયવર સેવામાં હાજર.છોકરા-છોકરી પરણાવી દીધાં છે.પતિ ધંધાના કામ અર્થે એકનો પતિ ચાયનામાં હોય બીજીનો સ્વિત્ઝ્રલેન્ડમાં હોય તો ત્રીજીનો અમેરિકામાં હોય ચોથીનો ઓસ્ટ્રેલિયામાં બેઠો હોય હવે આવી બહેનોનો કામ ધંધો શું હોય પતિ વીના સમય ક્યાં પસાર કરવો ? માટેજ તેઓ પત્તાં રમવાં,કીટી પાર્ટી, શોપિંગ વગેરેમાં સમય પસાર કરે છે. અઢળક પૈસા હોવા છતાં પૈસાથી રમી રમે એટલે તેમાં પૈસા જીતવાની લાલચ તે પણ તેઓને ભાન ભુલાવે છે કે તેઓ કરે છે તે ખોટું છે.કહે છે ને ‘હાર્યો જુગારી બમણુ રમે’ તેવી આ લોકોની હાલત છે, જુગાર તેમનો પીછો નથી છોડતો.
સરલા એ સિધ્ધાંતવાદી સ્ત્રી છે, જીવન શું છે તે સમજે છે. તેનો મોટાભાગનો સમય અનાથ આશ્રમ અને ઘરડાઘરમાં સેવા આપવામાં જાય છે. સરલા તન-મન-ધનથી બાળકોની અને ઘરડા માણસોની સેવા કરે છે. તેમાં તેને આનંદ મળે છે, તેના મનને સંતોષ અને શાંતિ મળે છે અને તેમાં તે સુખ અનુભવે છે.ત્રણ સહેલીઓને કિમતી કપડાં, ઘરેણા,ચપલ, પર્સ,મોટર વગેરે ખરીદીને પણ સંતોષ નથી, સુખ અને શાંતિ માટે તરફડિયાં માર્યા કરે છે. સરલા સાદગી પસંદ કરે છે, તેમાં તેના મનને સંતોષ અને આનંદ મળે છે. સાદગી, જરૂરિયાત મંદની સેવા કરવી એમાં જ તેનુ સુખ સમાયેલું છે.ઘરડાઘરમાં જઈને દવા આપે, ફ્રુટ-જ્યુસ આપે,રામાયણ-મહાભારત-ગીતાના પાઠ વાંચી સંભળાવે, પેપરમાં સમાચાર વાંચીને સંભળાવે.આ કામ તે વર્ષોથી કરે છે. ઘરડા માણસોના મુખ પર એક મુશ્કાન જોઈને તેનુ દિલ રાજી થઈ ઉઠે છે.અનાથ આશ્રમમાં બાળકો સરલાને જોતાં ખુશ થઈ જાય છે, તેમના ઉદાસ ચહેરા પર આ ખુશી જોઈને જ તે ભાવ વિભોર બની જાય છે. ખુશ થયેલા બાળકોને જોઈને સરલાના મનને શાંતિ મળે છે. સરલાએ જે સેવાનુ કામ ઉપાડ્યુ છે તેમાં તેના પતિ અને બાળકો પણ સાથ આપે છે. સરલાને પણ સંતોષ છે કે ચાલો પૈસો સારા માર્ગે વપરાય છે ઈશ્વરે જે આપ્યું છે તેમાંથી અમે મા-બાપ વિનાના માસુમ બાળકો અને નિરાધાર વ્રધ્ધો ના મુખ પર મુશ્કાન લાવી શકીએ છીએ.
સરલા વારંવાર તેની સહેલીઓને સમજાવે પુષ્કળ પૈસામાં રમવું તેમાં જ રચ્યુ પચ્યું રહેવું એ જીંદગી નથી, તેની બહાર એક દુનિયા છે તમારી આંખો ખોલો અને જોવો લોકો કેવી રીતે જીવે છે.શું આ પૈસા ધન-દોલત તમને સુખ આપે છે ? તમારા દિલ પર હાથ મુકો અને મને સાચો જવાબ આપો. હું જાણુ છું , એક ને પતિ સાથે પ્રોબલેમ છે, એકને વહુ સાથે પ્રોબલેમ છે, એકને દિકરા-વહુના કજિયા કંકાસથી કંટાળી છે. મારી બેનો પત્તાં રમવાથી, મોંઘા-કિમતી વસ્તુ વાપરવાથી સુખ નથી મળવાનુ ,મનની અંદર રહેલી વાસનાનો ત્યાગ કરીને જે છે એમાં સંતોશ માનસો ત્યારે જ શાંતિ મળશે.મારી સાથે આવો, એક બાળકના મોઢા પર એક વૃધ્ધના મોઢા પર મુશ્કાન લાવી જોવો પછી સમજાશે સાચું સુખ સેમાં સમાયેલુ છે.નાનપણથીજ મારી માતા અમને બધાં ભાઈ-બહેનને શિખામણના શબ્દો કહેતાં સમજાવતી હતી. સંતોષી જીવ ક્યારેય દુખી ન થાય, બેટા
“ સંતોષી નર સદા સુખી ‘