(૧ )
માત્ર આંખો જ ખુલે એને ઉઠ્યા કહેવાય,
દ્રષ્ટિ ખુલે તેને જાગ્યા કહેવાય.
( ૨ )
આપણી માતૃભાષાની મીઠાસ તો જુઓ
ખારા નમકને પણ મીઠુ કહીએ છીએ.
( ૩ )
આજ એટલે ?
બાકી રહેલ જીંદગીનો પહેલો દિવસ
( ૪ )
તમારો સ્વભાવ જ તમારુ ભવિષ્ય છે.
( ૫ )
દરેક મનુષ્યને ચાર ગ્રહો નડતા હોય છે
સંગ્રહ – આગ્રહ – પરિગ્રહ – પૂર્વગ્રહ .