સંતરામ મંદિર નડીયાદ પ્રકાશિત ” મૃત્યુ પછીની દુનિયા ” પુસ્તકમાંથી ગમેલુ
म्रुत्योः स म्रुत्युं आप्नोति.
ગીતા પ્રવચનુ એક સુત્ર છે,
મૃતિ – સ્મૃતિ શુદ્ધયે
મૃતિ એટલે મરણ ,
સ્મૃતિ એટલે સ્મરણ.
સુત્રકાર કહે છે મૃત્યુનુ સદાય સ્મરણ કરો. શુદ્ધયે – ચિત્ત શુધ્ધિ માટે.
૧ – શરીરની રાખ થાય,શરીર ભસ્મ થાય એ પહેલાં પિંડગત વાયુને બ્રહ્માંડગત અનિલમાં ભળી જવાનુ છે જે અમૃતમય છે અર્થાત વ્યક્તિ ગત ચેતનામાં પરમાત્મ ચેતનાનો સાક્ષાત્કાર કરી લેવાનો છે.દેહ બુધ્ધિથી ઉપર ઉઠીને દેહાતીત તત્વની ઝાંખી કરી લેવાની છે.
૨ – જીવનમાં કૃતજ્ઞતા, કૃતાર્થતા,કૃત કૃત્યતાનુ સામ્રાજ્ય છવાયુ છે, ક્યાંય કોઈ ફરિયાદ માથુ ઊચકતી નથી, આગ્રહ-અપેક્ષા કામ કરતા નથી તો સમજવું કે ચિત્ત મૃત્યુના સ્વાગત માટે સજ્જ છે.જીવનની સાર્થકતાનુ માપ મૃત્યુ પરથી કાઢી શકાય. મૃત્યુના સમયે ચિત્તમાં પૂર્ણ સમાધાન – સંતોષ છે, કર્તવ્ય- પ્રાપ્તવ્યની કોઈ ભાવના શેષ નથી રહી તો કહી શકીએ કે જીવન સજ્જ છે.
૩ – મનુષ્ય ચિત્તમાં મૃત્યુનો ડર ઘર કરીને બેઠો હોય છે. મૃત્યુના સમયે વેદના થશે, સગાં સબંધીઓનો વિયોગ થશે મૃત્યુ પછી શું થશે ?
૪ – મૃત્યુ માટે સદાસર્વદા સજ્જ રહો. અંતિમ સમયે ચિત્તમાં જે ભાવ હશે તદનુસાર આગળની ગતિ મળશે.
૫ – મૃત્યુ અનાશક્તિનો બોધ આપે છે.તે જ રીતે અસંગ્રહની પ્રેરણા આપે છે. મૃત્યુ પછી આપણી સાથે કોઈ પણ આવવાનુ નથી, સિવાય આપણી સદભાવના.
૬ – મૃત્યુને કોઈ પરમ સખા કહે છે, કોઈ નવજીવન દ્વાર કહે છે તો કોઈ માંગલ્યનુ ધામ કહે છે.મૃત્યુ દૈહિક કષ્ટમાંથી છોડાવે છે. ચિત્તશુધ્ધિની પ્રેરણા દે છે.
૭ – મૃત્યુનુ સ્મરણ જીવનની ક્ષણભંગુરતાની યાદ તાજી કરાવે છે.
૮ – જેનો અંત મધુર તેનુ બધું જ મધુર તો જેનુ મૃત્યુ મધુર , તેનુ જીવન મધુર.
૯ – અંતિમ સમયે ચિત્તમાં ઈશ્વર હોય, ચિત્ત સાંસારિક વાતોથી મુક્ત હોય. દેહ છોડતી વખતે ચિત્તમાં ઈશ્વર હોય તો મનુષ્ય ઈશ્વરભાવને પ્રાપ્ત થાય છે.
૧૦ – મૃત્યુના સમયે અસ્ત થવાની નહી ઉદય પામવાની ભાવના કરવાની છે.ભક્તિ અને યોગબળનો આશ્રય લઈ ચિત્તને સ્થિર રાખવાનુ છે.
૧૧ – મૃત્યુ એ જીવનની કસોટી છે. મૃત્યુની ઘટનાથી માનવના યશ, કિર્તી, એના પ્રભુમય જીવનનો ખ્યાલ આવે છે.જે ઉદાર દિલ, નિર્મળ મનવાળો, દયા , માયાના સદગુણોથી યુક્ત છે તેમનો મૃત્યુ પછીનો માર્ગ પ્રશસ્ત, આનંદમય બને છે. જેવી લોક કલ્યણાર્થ પ્રવૃતિ આ લોકમાં છે તેમ મૃત્યુ પછીની દુનિયામાં પણ છે.
( આત્મા અનંતની યાત્રાએ નીકળ્યો છે, સ્થુળ શરીરના નાશથી આત્માની યાત્રા અટકતી નથી, આગળ ચાલ્યા જ કરે છે. મૃત્યુ તો તેને માર્ગ મોકળો કરી આપે છે, જેથી તેની યાત્રા આગળ વધી શકે. )
મૃત્યુથી ડરવા જેવું શું છે ? મૃત્યુ તો ખરેખર એક મંગલમય અવસર છે.
સુશ્રી હેમાબેન..નવા વર્ષે આધ્યાત્મિક સરસ લેખ…આપને તથા પરિવારને નવા વર્ષે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
રમેશ પટેલ(આકાશદીપ)