સ્થિતપ્રજ્ઞ.

( સ્થિતપ્રજ્ઞ    લક્ષણ )

કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના સામ સામે આવીને ઉભી છે.દરેક મહારથી યુધ્ધ માટે સજ્જ છે. કુરુક્ષેત્રની રણભુમિ પર અર્જુન ચારેવ બાજુ નજર કરે છે તેને કૌરવ સેનામાં પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને તેના ભાઅઈઓને ,જોઈને તેના મનમાં અનેક વિચારો આવે છે, સ્વજનોને જોઈને માનસિક પરિતાપમાં પડી જાય છે.પોતાના આપ્તજનોને યુધ્ધમાં હણવાથી પોતાને કોઈ લાભ થવાનો નથી. અર્જુન નિરાશ થઈને ગાંડીવ ત્યજીને નીચે બેસી જાય છે. અર્જુન શ્રી ક્રિષ્ણને કહે છે હુ કેવી રીતે આ બધા ઉપર મારા શસ્ત્ર ઉઠાવી શકું ? અર્જુન કરુણાથી ઘેરાઈ જાય છે, તેની આંખોમાંથી અશ્રુ વહે છે, તે વ્યાકુળ બની જાય છે,તેના મનની અંદર વિષાદ પેદા  થવાથી પોતે નિરશામાં ડુબી જાય છે. અર્જુન એક શૂરવીર યોધ્ધા છે તેને નિર્બળતા શોભે નહી.સૌ પ્રથમ મનની અંદર જે શંકાઓ છે તેનુ નિરાકરણ કરવું પડે. મનની શંકાઓ દુર થવી જોઈએ. મન શાંત હોય તો જ પોતે નિર્ણય લઈ શકે. આપણે જાણીએ છીએ મન જ દરેક વસ્તુનુ કારણ છે. મનની ઈચ્છા પ્રમાણે માણસ ચાલે, મનને સ્થિર રાખવું તે બહુ મોટી વાત છે. ચંચળ મન ક્યારેય સ્થિર ન રહી શકે.

અર્જુનના મનની અંદર ચાલી રહેલ અનેક તર્ક, વિચારો, શંકા દુર થાય તો જ અર્જુન શસ્ત્ર ઉઠાવે. આ તો ધર્મ યુધ્ધ છે, અધર્મ સામે ધર્મનો વિજય થવો જોઈએ. ધર્મ યુધ્ધ જીતવા માટે અર્જુનને તેના મનથી તૈયાર કરવો પડે નહી તો તે કારેય કૌરવ સેના સામે શસ્ત્ર નહી ઉઠાવે. શ્રી ક્રિષ્ણ જાણે છે અર્જુનને કેવી રીતે તૈયાર કરવો. અર્જુનના મનમાં જે વિષાદ ઉત્પન થયો છે તેને દુર કરવા માટે શ્રી ક્રિષ્ણ તેને ઉપદેશ આપીને જ્ઞાન આપે છે.અહિયાંથી અર્જુનનો જ્ઞાન માર્ગ શરૂ થાય છે. અર્જુન અનેક સવાલ કરે છે ક્રિષ્ણ તેને મધુર વચનોથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. ગીતાનો બીજો અધ્યાય તે સાંખ્ય યોગ છે તેમાં ભગવાને સ્થિતપ્રજ્ઞ ના લક્ષણ બતાવ્યા છે. જેની બુધ્ધિ , વિચારો અને મન સ્થિર હોય તો જ તેનુ મન શાંત થાય. જો અર્જુનનુ મન સ્થિતપ્રજ્ઞ બને તો તે કોઈ નિર્ણય લઈ શકે.ભગવાન કહે છે, અર્જુન તને મોહને કારણ શોક ઉત્પન થયો છે.ક્ષત્રિય માટે ધર્મયુધ્ધ અધિક કલ્ણાયકારી છે. હે અર્જુન જ્યારે તારી બુધ્ધિ મોહ-સંકટથી મુક્ત થશે ત્યારે ઐહિક્ને પરલૌકિક ભોગોથી તુ વિરક્ત થઈશ. ભ્રમમા પડેલી તારી બુધ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં અચલ સ્થિર બનીને રહેશે ત્યારે તત્વજ્ઞાન રૂપ ફળને મેળવી શકીશ. અર્જુન પુછે છે હે ક્રિષ્ણ , સ્થિતપ્રજ્ઞના કે સ્થિર બુધ્ધિ વાળા મનુષ્યના લક્ષણ શુ છે ?

ત્યારે ભગવાન સમજાવે છે- હે અર્જુન જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓને ત્યજી દઈ આત્મા વડે આત્મામાં સંતોષ માને તેને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. જે દુખથી દુખી, સુખથી સુખી થતો નથી, વળી તે રાગ-ભય તથા ક્રોધથી પર છે તેને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે.તે સર્વમાં આસક્તિ વીનાનો અને સારી નરસી બાબતમાં હર્ષ-શોક પામતો નથી , તેની બુધ્ધિ સ્થિર છે.કાચબો જેમ પોતાનાં બધાં અંગોને પોતાનામાં સમાવી લે છે તેવી રીતે આ યોગી પુરૂષ પોતાની ઈન્દ્રિયોના વિષયો પોતાનામાં સમાવી લે છે.સંયમથી બુધ્ધિ અને મન સ્થિર થાય છે.એકાગ્ર ચિત્ત થઈ મારામાં મન લાગવું જોઈએ . જે મનુષ્યની ઈન્દ્રિયો કાબુમાં છે તેની બુધ્ધિ સ્થિર હોય છે. વારંવાર વિષયોની કામના કરતાં મનુષ્યને તેમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામના થાય છે, કામનાથી ક્રોધ થાય છે, ક્રોધથી મુઢતા આવે છે, ને મુઢતાથી  સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિના નાશથી બુધ્ધિનો નાશ થાય છે, બુધ્ધિના નાશથી મનુષ્ય સંપુર્ણ પણે નાશ પામે છે.

પ્રસન્ન ચિત્ત વાળા મનુષ્યની બુધ્ધિ જલ્દીથી સ્થિર થાય છે, તે શાંત રહે છે, શાંતિને કારણ સુખ અનુભવે છે.મનુષ્ય બધી તમન્નાઓને છોડીને મમતા રહીત ,અહંકાર રહીત ને સ્પૃહા રહીત થઈને જીવે તે શાંતિથી જીવે છે.આને જ સ્થિતપ્રજ્ઞ દશા કહેવામાં આવે છે. એને પામ્યા પછીથી મનુષ્યને કોઈ પણ બાબતમાં મોહ થતો નથી. અંતકાળે તે આ અવસ્થામાં રહેવાવાળાને બ્રહ્મ-નિર્વાણ પ્રાપ્ત થાય છે.

 

 

 

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s