ચાંદીના ચમકીલા વાળ.

ચાંદીના ચમકીલા વાળની બોલબાલા.

સામાન્ય રીતે ઘડપણ આવે એટલે માથે ચાંદી આવે, પરંતુ ભાઈ આતો કળીયુગ છે, ના જોએલુ, ના સાંભળેલુ, પહેલાં ના બનેલુ,જાણવા મળે.અત્યારે શરીરને ઉંમર સાથે કોઈ સંબધ ન હોય એમ લાગે.નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે.કરવું શું ? માથે કલપ લગાડી ચાંદી સંતાડવી પડે.કહેવાય છે બહુ ચિંતાઓ કરો તો વાળ જલ્દી સફેદ થાય, મારી સાથે કંઈ ક આવું જ થયું છે, નાની નાની વાતમાં ચિંતાઓ કરવી,આપણે જાતે જ ન કામની ચિંતા કરીએ તો બીજાં શું કરે? એ લોકો થોડા આપણને કહે છે તૂં ચિંતા કર, જાતેજ ઉભી કરેલી ઉપાધી છે.આતો બાળકો સ્કુલ કોલેજ્થી મોડા આવે તો ચિંતા ! પતિ કામેથી મોડા આવે તો ચિંતા ! મહેમાન આવવાના હોય તો તેમને જમાડવા માટે મેન્યુની ચિંતા ચાર દિવસથી ચાલુ થઈ જાય.રાત્રે ઉંઘ ના આવે.ઘણા લોકોનો નિયમ હોય, ‘टेन्सन देनाका, टेन्सन लेनाका नही’ અહિંયાં તો ‘टेन्सन लेनाका’ વાળી વાત છે.

‘ मींया दुबले क्युं ? सारे गांवकी फिकर’ હવે આવા માણસોનુ કંઈ થાય ? વધારે ચિંતાઓ કરવાથી કોઈ ફાયદો તો ના થયો, એક દિવસ માથું ઓળતાં અરિસામાં માથામાં એક સફેદ વાળ જોયો,૩૦ વર્ષની ઉંમરે માથાએ રંગ બદલવાનુ ચાલુ કર્યું, મૉઢામાંથી ઉદગાર નીકળી ગયા, અરે આતો ઘડપણ ડોકિયાં કરી રહ્યું છે.ના ના આટલું જલ્દી ના આવીશ.હજુ તારે આવવાની વાર છે. વાળ એતો ચહેરાની સુંદરતા છે,અને વાળને જ તકલીફ ઉભી થઈ,મન તો એટલુ વ્યાકુળ થઈ ઉઠ્યું જાણે આજે જ બુઠાપો આવી ગયો.જલ્દી જલ્દી સફેદ વાળ તોડી નાખ્યો.એક સફેદ તોડ્યો બીજો ઉગ્યો, બીજો તોડ્યો ત્રીજો ઉગ્યો, કેટલા તોડવા ?વાળ તોડી તોડીને થાકી ગઈ જાણે મારે અને વાળને યુધ્ધ ચાલ્યુ હોય એમ બે તોડું તો બીજા ચાર સફેદ દેખાઈ આવે, આખરે આખી મોટી લટ સફેદ, અરે આ શું ! મને તો ૩૦ વર્ષે ઘડપણ આવ્યું હોય એમ લાગ્યું.મેં હાર માની લીધી અને હથિયાર નીચે ફેંક્યા. સફેદ તોડવા નથી એને જ સુંદર બનાવી દઉં તો કેવુ સારુ.વાળને રંગવાનુ કામ ચાલુ કર્યું, કેટલી બધી જફા ! એક અઠવાડિયામાં તો સફેદી ફરીથી દેખાવાની ચાલુ થાય. ૨૦ વર્ષ સુધી રંગવાનુ કામકાજ ચાલુ રહ્યુ, સાથે સાથે વાળની માવજત માટે પેપર અને મેગેઝીનમાં જાત જાતના નુસકા આવે એ ચાલુ કર્યા, કોઈ કહે મહેંદી લગાડવાથી સારુ રહે, મેહેંદી લગાડી, જાત જાતના તેલની માલિસ, આમ વિવિધ પ્રયોગો વાળ સાથે ચાલુ જ રહ્યા.માથા પરના સફેદ વાળ માટે આટલી બધી માથાકુટ ! આટલા ધમ પછાડા શેને માટે,ઈશ્વરે જે આપ્યું તે સ્વીકારે લોને. આ મનુષ્ય નામનુ પ્રાણી ભગવાને જે આપ્યુ હોય તેનાથી કોઈ દિવસ ખુશ રહ્યું છે ?સફેદ વાળની રામાયણ તો ચાલતી જ રહી, ખબર છે ધોળા ચાલુ થયા છે હવે તે ક્યારે તેના અસલી રંગમાં નથી આવવાના.અમેરિકા આવી અહિયાં તો કાળીયા લોકો અને ધોળીયા લોકોના વાળ જોયા તો લાલ, લીલા, પીળા,જામલી,ગોલ્ડન એમ રંગ બે રંગી વાળ જોઈને મને તો એક રસ્તો મળી ગયો ચાલો હવે વાળને કલર કરવાનુ બંધ, રંગ બેરંગી વાળમાં ગોલ્ડન કલર સાથે આ સીલ્વર કલર પણ ચાલી જશે કોઈ જોવાનુ નથી ગમે તેવા વાળ રાખો કોઈને તમારી પડી નથી.

મારી સાથે સફેદ વાળને કારણ ઘણા ફાયદાકારક કિસ્સા બન્યા.મુન્નાભાઈ એમ.બી.બીએસ રીલિઝ થઈ ત્યારે અમે થેટરમાં ફિલ્મ જોવા ગયાં થેટરમાં બહુજ લાંબી લાઈન હતી સીક્યારીટી ઉભી હતી, હું લાઈનમાં પાછળ ઉભી હતી સીક્યારીટીવાળો આવ્યો મને લાઈનમાંથી બોલાવી સૌથી આગળ ઉભી રાખી હું તો ખુશ થઈ ગઈ ચાલો જલ્દી નંબર લાગશે, મને પહેલી વાર મારા સફેદ વાળ ગમ્યા. ક્યાંય પણ જાઉ સિનિયોરિટી માટે મારે મારી આયડી નથી બતાવવી પડતી, મારા સફેદ વાળ જ બોલે હું સિનિયર સિટીઝન છું.લંડન ગઈ હતી ત્યાં બસમાં મુસાફરી કરતા હતાં બસ આખી ભરેલી હતી હું સળીયો પકડીને ઉભી હતી એક છોકરો ઉભો થઈ તરત જ બેસવા માટે સીટ આપી.

માર્ચ મહિનામાં ઈન્ડિયા ગઈ હતી શીરડી સાઈબાબાના દર્શન કરવા ગયાં , દર્શનની મોટી લાઈન હતી, મારી બેનથી લાઈનમાં ઉભુ રહેવાતુ નથી હું તેને મારુ પર્સ સાચવવા આપીને વોલેટ લઈને લાઈન વીના દર્શન થાય તેને માટે પાસ લેવા ગઈ મારી આયડી પર્સમાં રહી ગઈ હતી, પાસ આપવા વાળાએ મારી પાસે સિનિયરસિટીઝનના પ્રુફ માટે આઈડી માગી મેં કહ્યું મારી પાસે આયડી નથી તેણે કહ્યું બર્થ સર્ટીફિકેટ બતાવ મેં કહ્યુ કોઈ બર્થસર્ટિફિકેટ સાથે લઈને થોડું ફરે, તૂ મારા વાળને ધ્યાનથી જો અને મને પાસ આપ. તેણે મારા ચહેરા ઉપર નજર કરી મારા વાળ જોયા અને તરત જ પાસ આપી દીધા. મારા સફેદવાળ મુસીબતના સમયે બહુજ સાથ આપે છે.બહોત ગઈ થોડી રહી ,માથાની સફેદી સાથે સમાધાન થઈ ગયું છે હવે ઘડપણ સાથે ન કોઈ ફરિયાદ. મીરાની પંક્તિઓ ગુન ગુનાવાનો સમય છે “ રામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી” મુખડાની કરચલીયો સાથે ચાંદીના વાળ ખુબજ શોભે છે.ચાંદીના ચમકીલા વાળ માટે નથી રહી કોઈ ફરિયાદ, હવે વરદાનરૂપ લાગે છે.

 

 

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s