સપૂત કે કપૂત ?
દાદી, દાદી અમને વાર્તા કહોને પ્લીઝ .પ્લીઝ દાદી, ક્રીષ અને કામ્યા દોડતા આવ્યા અને માયાની ગોદમાં ગોઠવાઈ ગયાં. છતાં પણ માયા આજે અસ્વસ્થ હતી એનો મુડ સારો ન હતો અને ઉન્ડા વિચારોમાં ખોવાએલી છે . કામ્યા ફરીથી પુછવા લાગી દાદી તમે ડ્રીમીન્ગ કરો છો? ના બેટા આજે દાદીને માથુ બહુ દુખે છે, હેડેક થયુ છે મને આરામ કરવા દેશો? માયા બંનેને સમજાવીને કહે છે હુ તમને આવતી કાલે વાર્તા સંભળાવીશ, પરાણે સમજાવીને પટાવીને તેમના રુમમાં સુવડાવી દે છે .બંનેને દરરોજ વાર્તા સાંભળીને સુવાની ટેવ છે .આજે માયાને વાર્તા સંભળાવવાનો કોઈ મુડ છે જ નહી. આજે માયાની આંખમાં ઉઘ ક્યાં છે, એને તો સવારે જે પ્રસંગ બન્યો હતો તે જ આંખ આગળ વારંવાર દેખાય છે અને વિચાર્યા કરે છે .આજે આ શુ થઈ ગયુ? તેમના ફેમીલી ફ્રેન્ડ કેર્લિફ્રોનીયામાં રહે છે, તેમનો ફોન આવ્યો હતો અને માયા ઘરે હતી નહી એટલે તેના દિકરા અવીએ ફોન પર વાત કરી અને કહ્યુ મમ્મી આવશે એટલે પાછો ફોન કરાવીશ .બીજે દિવસે અવીએ મમ્મીને સમાચાર આપ્યા અંક્લ આન્ટીનો ફોન હતો તો તુ ફોન કરજે . માયાએ કહ્યુ ભલે. વાતને ચાર દિવસ વીતી ગયા .માયાના મગજમાંથી નીકળી ગયુ હતુ તેને ફોન કરવાનો છે. આજે સવારે માયા ચ્હા નાસ્તો બનાવતી હતી, અને અવીએ સવાલ કર્યો:-
અવી — મમ્મી તે અંકલને ફોન કર્યો?
માયા — ના બેટા ભુલમાં જ વાત ગઈ છે, હુ સાવ ભલી ગઈ છુ .મે હજુ ફોન નથી કર્યો. ખબર નહી આજ કાલ મને ફોન પર બહુ વાત કરવાની નથી ગમતી .બહુ ફોન કરવાના હવે ગમતા નથી.
અવી– કેમ અંર્તમુખ થઈ ગઈ?
માયા– હા એવુજ લાગે છે .હવે બધી વસ્તુમાંથી રસ ઓછો થતો જાય છે.
અવી– તારૂ રઝળવાનુ બંધ કર ત્યારે તૂ સાચી .રઝળવાનુ બંધ થાય ત્યારે અંર્તમુખ થવાય.
માયા– જો અવી સૌ પ્રથમ તારી ભાષા ઉપર કાબુ રાખ .મોઢામાં જે આવે તે ન બોલાય. અને બીજી વાત અંર્તમુખ થાવુ સેલી વાત નથી. રિષિમુનિયો વર્ષોની તપસ્યા પછી એ સ્થિતિને પામતા હતા. મારા માટે એ દુરની વાત છે.
માયાને તો એકદમ જાણે કોઈએ વીજળીનો આંચકો આપ્યો હોય એમ જોરદાર ઝટકો લાગ્યો, સાંભળીને એક્દમ આઘાત લાગ્યો. તેને ભારે દુઃખ થયુ. તેને થયુ ધરતી જગ્યા આપે તો એમાં અંદર સમાઈ જાઉ. વિચારવા લાગી આ કોણ બોલી રહ્યુ છે? અને શુ બોલી રહ્યુ છે? અને કોને કે જે મા, તેના માટે તો હમેશાં દિલમાં પહેલુ સ્થાન છે, આજે સ્થાન ક્યાં ગયુ અને આવી ભાષા? કઠોર વાણી? જે સાંભળી દિલના ટુકડા થઈ ગયા અને મન અસ્થિર થઈ ગયુ શુન્ય બની ગયુ . સંસ્કારી કુટુમ્બ, સંસ્કારી માતા-પિતા, અને નાનપણથી સંસ્કારોનુ સિન્ચન કર્યુ , માન મર્યાદા અને વિવેક્ના પાઠ ભણાવ્યા તે દિકરાનુ આ વર્તન ? જો પારિવારિક સબંધોના મુલ્ય ન સમજી શકે તો સિધ્ધાંતો અને સંસ્કારોના અન્ય મુલ્યો કેમ કરીને સમજાશે? મારા જતનમાં, મારા ઉછેરવામાં ક્યાં કમી રહી ગઈ? માયાના દિલમાં આજે અજંપો છે .નક્કી કરે છે હવે અવી સાથે કોઈ દિવસ વાત નહી કરુ. ઈન્ડિયામાં હતી ત્યારે એક્દમ સુખી ઘરસંસાર હતો. ધન દોલત, નોકર ચાકર, પતિનો પ્રેમ સુખી જીવન અને શાંતિ.
સુખના સુખડ જલે રે, મહેક મુકીને જાય.
દુઃખના બાવળ બળે રે, દુખ આપે અપાર .
માયા તેના પતિનુ અવસાન થયુ પછીથી ઈન્ડિયાથી તેની દિકરી સાથે આવીને તેના દિકરા સાથે અમેરિકામાં સ્થાઈ થઈ છે . દિકરીને પરણાવી દીધી એટલે તે તેના પતિ સાથે તેનો ઘર સંસાર લઈને બેઠી છે અને તેના ઘરે ઘણી સુખી છે . અવી ઘણી વખત માયાનુ અપમાન કરતો પરંતુ માયા નજર અંદાજ કરી દેતી ,નાની વાતો બહુ મગજમાં લેતી નહી અને તરતજ અવીને માફ કરી દેતી. મા છે ને, માનુ હ્રદય અતિ કોમળ હોય અને ખાસ કરીને પોતાના સંતાનો માટે .છોરુ ક છોરુ થાય પણ માવતર ક માવતર ન થાય . એટલે માતા સંતાનોને બહુ જલ્દી માફ કરી દે . માયા વિચારે છે મારો પતિ મિહિર આજે હોત તો આ દિવસ જોવાનો ન મળત .મિહિર તુ મને એકલી મુકીને કેમ મારા પહેલા જલ્દી ચાલ્યો ગયો ? આજે મારે તારી ખાસ જરૂર છે અને તુ ઘણો દૂર ચાલ્યો ગયો, કે હુ વિપત્તિમાં પણ મારા દિલની વાત નથી કરી શકતી . મારા દિલની વાત હુ કોને કરૂ ? એક ભગવાન જ છે જેમને મારા હૈયાની વાત કરી શકુ .માયાના હૈયાનો વલોપાત કોણ સમજી શકે ?
શરીર પરના ઘા ગણી શકાય .
હ્રદયના પર પડેલા ઘા ન ગણી શકાય .
ન કોઈ મલમ પટ્ટી .
નવી પેઢીનુ ભવિષ્ય ખબર નહી કેવુ છે . દિવસે દિવસે અવીનુ વર્તન કેમ બદલાતુ જાય છે .ઈન્ડિયામાં હતો ત્યારે શ્રવણ દિકરા જેવુ વર્તન હતુ .આજે તેને શુ થયુ ? શુ આ પરદેશની હવા છે ? કળયુગની અસર છે ? યા તો તેની અમેરિકન પત્નિની ભાષા પોતે બોલે છે કે જે છોકરીને પારિવારિક સબંધોની એહમીયત ન હોય , પરવા ન હોય .પરદેશમાં પરિવાર એટલે પતિ-પત્નિ અને બાળકો જેમાં પતિના માતા-પિતા અને ભાઈ બહેનનુ સ્થાન નથી . જે દિકરો મમ્મીને માન સન્માન આપતો તેની કાળજી રાખતો તે દિકરો આજે હ્રદય ચીરી નાખે એવા વેણ માને સંભળાવે.માયા પણ શુ કરે ,પતિ વિના જીવનમાં ખાલીપો આવી ગયો છે અને નિવૃત જીવન છે. મનને પ્રવૃતિમાં રાખવા માટે ,પોતાની જાતને શહેરમાં ચાલતી જુદી જુદી પ્રવતિઓમાં વ્યસ્થ રાખે છે .અને અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે એટલે ઘણી વખત બહાર જવાનુ થતુ. વાર તહેવારે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જાય .દિકરાને કોણ સમજાવે આને રઝળવાનુ ન કહેવાય .અલગ અલગ પ્રવૃતિમાં વ્યસ્થ છે એટલે તેનો સમય પણ પસાર થઈ જાય .ક્રિષ અને કામ્યાનુ ધાન રાખવાનુ અને ઘરમાં થોડુ ઘર કામ કરી લે .અને રસોઈ તૈયાર રાખે એટલે અવીની પત્નિ જુલિયાને પણ થોડી રાહત રહે .સીનીયર માટે અમેરિકાની જીન્દગી એવી છે કે કોઈ પ્રવૃતિમાં ન રહો તો એકલા એકલા વિચારો કરીને કદાચ ડીપ્રશન આવી જાય .એટલે મનને પણ કોઈ પ્રવૃતિ જોઈએ માયાના મનમાં અનેક વિચારો છે, અનેક પ્રશ્નો છે પરંતુ ભગવાનમાં પુરી શ્રધ્ધા છે એટલે મન મનાવી લે છે આતો સંસાર છે ચાલ્યા જ કરે .સરલ અને મમતા ભર્યો સ્વભાવ છે એટલે દિકરો ગમે તે બોલે તો પણ વારંવાર માફ કરી દે અને કંઈ પણ નથી બન્યુ એમ કરીને બીજે દિવસથી પાછુ એકદમ નોરમલ વ્યહવાર અને વાતચીત ચાલુ થઈ જાય . અને ભગવાનને બસ પ્રાર્થના કરે પ્રભુ મારા દિકરાને સદબુધ્ધિ આપજો .વિચારે છે આતો ઘર ઘરની કહાની છે , કળીયુગમાં આ કંઈ નવી વાત નથી .
( એક સત્ય ઘટના પર આધારીત ટુકી વાર્તા )
http://hemapatel.gujaratisahityasarita.org