પ્રેમ
વેલેન્ટાઈન્સ ડે
વેલેન્ટાઈન્સ ડે એ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વસંતના વધામણા,ચાલો વસંતને પ્રેમથી વધાવીએ. પશ્ચિમી સંસ્કૃતિ તેને પ્રેમના પ્રતિક રૂપે ઉજવે છે. અત્યારના સમયમાં પ્રેમની વ્યાખ્યા અને સ્વરૂપ બદલાઈ ગયાં છે.પરિવર્તન એ કુદરતનો નિયમ છે.આ સંસાર પરિવર્તનશીલ હોવાથી દરેક વસ્તુમાં પરિવર્તન આવે એ સ્વભાવિક છે.વેલેન્ટાઈન્સ ડે બે પ્રેમી નહી પરંતું જો પ્રેમ વહેંચવાનો જ હોય તો પરિવારના દરેક સદસ્ય સાથે, મિત્ર મંડળ, પુરા સંસારમાં કેમ ના વહેચી શકીએ ?
પ્રેમ શું વસંતમાંજ પ્રગટીને પાંગળે ? બાકીના દિવસોમાં શું તે સુઈ જાય છે કે પછી તેને સમાધિ અવસ્થા આવે છે ? પ્રેમ માટે કોઈ ઋતુ નથી, પ્રેમ જો ખાલી વસંતમાંજ દેખાય તો એ પ્રેમ કેવો ? મનની અંદર બીજી બધી વસ્તુ (વિકાર)પછીથી આવે પરંતું પ્રેમ આપણે જન્મની સાથે જ લઈને આવીએ છીએ.પ્રેમ આત્મસ્વરૂપમાં પ્રગટ હોવાથી તે કોઈ પણ દેશ-કાળ,કોઈ સીમા,કોઈ ઋતુ તેને અસર ન કરે. તે સદાકાળ એક સરખો અવિરત વહેતોજ રહે. છતાં પણ વિચારીએ તો એવું લાગે હા સાચેજ વસંત ઋતુમાં કંઈ એવો જાદુ છે જે માનવ માત્રના હ્રદયમાં પ્રેમનો અહેસાસ કરાવીને તેને પુલકિત કરી દે ! પ્રકૃતિ એ ઈશ્વર સ્વરૂપ છે અને એક ઈશ્વર જ બધું કરવા શક્તિમાન છે.દરેક જીવ પ્રાણી માત્રમાં જેને ઈશ્વરના દર્શન થાય તેનુ હ્રદય પ્રેમભાવથી છલોછલ ભરેલું છે. પરંતું આપણે સૌની પાસે આ દ્રષ્ટિ ક્યાં છે ? આ હળહળતા કળીયુગમાં જ્યાં દરેક જગ્યાએ એક બીજા માટે ઈર્ષા-જલનથી હ્રદય ભરેલું હોય ત્યાં પ્રેમ કેવી રીતે હોઈ શકે ત્યાં પ્રેમને પણ મુખવટો પહેરીને ફરવું પડે છે.ખરેખર અત્યારના સમયમાં જ્યાં જુઓ ત્યાં પ્રેમ નકલીજ દેખાય છે.વેલેન્ટાઈન્સ ડે ના દિવસે અસલી કે નકલી ! પ્રેમ એતો પ્રેમ જ છે તેને ઉજવતા લોકોને જોઈને આપણે આનંદ માણીએ.
પાનખર જોઈ હોય, હવે આ ઋતુમાં મન અકળાઈ ઉઠ્યું, વસંત ખીલતાંજ પ્રકૃતિની હરિયાળી જોઈને મન પ્રસંન થઈ જાય. વસંતમાં પુરી પ્રકૃતિ ખીલી ઉઠે, જાણે મા વસુંધરાએ સોળ શણગાર સજ્યા ! ધરતી ઉપર ફક્ત માનવ નહી પશુ-પક્ષી-હરિયાળી સર્વે ખીલી ઉઠે છે, દરેકના મન ઉપર એક નશો ચડ્યો હોય એવું ભાસે.ધરતીમાનુ સુદંર અલૌકિક સ્વરૂપ નિહાળીને મન નાચી ઉઠે છે.જોઈને મન પ્રસંન થયું આપણે તેને ‘પ્રેમ’ સંબોધન આપી દીધું.
બધું શાંતિથી વિચારીએ તો તે મનના ખેલ સમાન લાગે.પરંતુ ચાલોને કોઈ વાંધો નહી લોકો એક દિવસ તો એક દિવસ સાચા કે ખોટા પ્રેમ રંગમાં રંગાયેલા રહે છે, રાગ-દ્વેષ-ઈર્ષા ભુલીને એક બીજા પ્રત્યે પોતાનો પ્રેમ જુદી જુદી રીતે અભિવ્યક્ત કરે છે. આખી દુનિયાના બધા જ સ્ટોર પણ બીઝી થઈ જાય.અધધ….કેટલી બધી અસંખ્ય જાત જાતની ગીફ્ટ અને અતિ સુંદર લાલ ગુલાબનુ ફુલ !એક બાજુ બધીજ ગીફ્ટ અને એક બાજુ ગુલાબનુ ફુલ તેનુ પાસુ મોટું !પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરવા માટે તેની તૈયારી મહિનાઓથી શરુ થઈ જાય, દરેકના દિલમા એકજ ધ્વનિ ગુંજતો હોય પ્રેમ…પ્રેમ…પ્રેમ…વાતાવરણ પ્રેમમય બની ઉઠે, દરેકનાં હૈયાં પુલકિત થઈ શાંતિ અનુભવે.
પ્રેમના શ્રેષ્ઠ ઉદાહરણો જોયા છે, લયલા-મજનુ, હિર-રાંઝા,મીંરા- શ્રી કૃષ્ણ, ગોપીઓ-શ્રી કૃષ્ણ, નરસિંહ મહેતા – શ્રી કૃષ્ણ. હવે આવો નિશ્વાર્થ શ્રેષ્ઠ પ્રેમ આ કળિયુગમાં ક્યાંથી લાવવો ?
વસંતને અનુરૂપ સ્વર્ણ સુંદરીનુ એક સુંદર હ્રદયને સ્પર્ષતું પ્રેમ ગીત જે મને ખુબજ પસંદ છે.આમ તો આ ગીત વાંચવા કરતાં સાંભળવું વધારે ગમે. શાસ્ત્રિય સંગીત પર આધારિત અલગ અલગ ચાર રાગ અને આલાપ સાથે ગાયું હોવાથી તે મન મોહક અને કર્ણ પ્રિય છે.
कुहू कुहू बोले कोयलिया —— २
कुंज कुंजमें भवरे डोले, गुन गुन बोले
कुहू कुहू बोले कोयलियां —
सज सिंगार रूतु आई बसंती—- २ जैसे नार कोई हो रसवंती
डाली डाली कलियांको तितलियॉ चुमे
फूल फूल पंखडियां खोले, अम्रुत घोले, कुहू कुहू बोले कोयलियां—-
काहे, काहे घटामें बिजली चमके — २
हो सकता है मेघराजने बादरिया का श्याम श्याम मुख चुम लीया हो
चोरी चोरी मन पंखी उडे नैना जुडे, कुहू कुहू बोले कोयलिया —-
चंद्रिका देख छाई, पिया चंद्रिका देख छाई
चंदासे मिलके, मन ही मनमे मुस्काई
शरत सुहावन मधुमन भावन, विरही जनोका सुख सर सावन
छाई छाई पूनमकी घटा, घुंघट हटा
तरस रात मन भाए प्रियतमा, कमल कमलनी मिले —-२
किरण हार दमके, जलमें चांद चमके, मन आनंद आनंद डोले —-२