સુખ-દુખ
સુખ-દુખના તાંતણા ગુંથતી રહી જીવનભર
સુખ-દુખના ઘના વાદળોની નીચે ઘેરાઈને
બેસી રહી હું, મનમાં એકજ સુંદર આશા લઈ
આનંદવર્ષા તો વર્ષી નહી, ભીંજવું હતું મારે
સુખની એક ક્ષણ ઝંખુ સદા,આનંદની વર્ષામાં
જીવનની અનુભવની એરણ પર ઘડાઈને
જાણ્યુ આજે સુખ-દુખ તો છે મનના ખેલ
સાચું સુખ- આનંદ સમાયા આત્મસ્વરૂપમાં
પાપ-પુણ્યના હિસાબ કરતાં સમજાયું
એળે ગયું મારું અણમોલ આયખુ.