એક ઈચ્છા
રણમાં જોયું એક સુંદર ફુલ,જાગી દિલમાં અનેક
ઝાંઝવાના જળ જેવી ઈચ્છાઓ અને આશઓ
કોણ પામ્યુ આજ સુધી જે ઈચ્છ્યુ જીવનમાં
અનેક વાર ઈચ્છાઓ મારીને જીવતાં હવે
રેગીસ્તાન બની ગયું છે નીરસ જીવન અહીં
આશાઓ,ઈચ્છાઓ સ્વપ્ન સમાન લાગે
મનને મનાવીને બાળક બનાવી દીધું છે
હર પળ હર ક્ષણ મરતી રહી છું હું
નાશવંત કાયાને મરતી ના જોઈ મેં
વસંત શોધતી રહી અહીં જીવનભર
અચાનક દરવાજે દસ્તક દીધા પાનખરે
હું અનજાન સ્વપ્ના સજાવી બેઠી હતી
ક્યારેક તો ખીલશે ગુલાબ રેગીસ્તાનમાં