હેપી મધર્સ ડે.
‘ઈશ્વરના ખજાનામાં જ્યારે પ્રેમ ખુબજ વધી ગયો ત્યારે તેમણે
એક સુંદર મુર્તિનુ નિર્માણ કરીને તેના હ્રદયમાં બધોજ પ્રેમ ઠાલવી દીધો,
અને સંસારને ‘ મા’ના રૂપમાં એક અનોખી, અણમોલ ભેટ અર્પણ કરી’
ઈન્ડિયામાં નાનપણમાં બાલમંદિરમાં એક બાળગીત કહો કે કવિતા સીખવાડવામાં આવતી
બોલુ હું તો અક્ષર પહેલો બા બા બા
બોલવામાં બોલ પહેલો બા બા બા
ખાતાં બોલુ પીતાં બોલુ બા બા બા
હસતાં બોલુ રડતાં બોલું બા બા બા …..
જુના સમયમાં આપણી જનેતાને જ ‘બા’ કહીને બોલાવતાં.પિતાને ‘બાપુજી’ કહીને બોલાવતાં.દાદીને ‘મોટાં બા’ કહીને બોલાવતાં.બાની જગ્યા મમ્મીએ લીધી, ‘બાપુજી’ ની જગ્યા પપ્પા, પાપા અને ડેડીએ લીધી. ‘મોટાંબા’ ની જગ્યા ‘દાદી’ અને ‘નાની’એ લીધી.પરિવર્તન કુદરતનો નિયમ છે માટેજ દરેક જગ્યાએ પરિવર્તન આવે એ સ્વભાવિક છે. શબ્દો બદલાવાથી સબંધોમાં કોઈ ફરક નથી પડતો.
અત્યારે બાળમંદિરની જગ્યા પ્લે સ્કુલ, અને નર્સરી સ્કુલે લીધી.તેની સાથે સાથે ભાષાની સાથે શબ્દ બદલાયા ‘બા’ શબ્દની જગ્યા મોમ, મમ્મી, મમ્મા વગેરે શબ્દોએ લીધી. ખેર, શબ્દ બદલાયા પરંતુ ભાવ નથી બદાલાયા સંતાન કોઈ પણ શબ્દથી માને બોલાવે માનો પ્રેમ એટલો જ રહે છે.ગંગા-જમનાના વહેણમાં વધારે ઓછો એમ ફરક આવે પરંતું માનો પ્રેમ સદાકાળ એક સરખો અવીરત વહેતો જ રહે છે, તેમાં ન કોઈ ઉતાર- ચડાવ, ન કોઈ ભરતી- ઓટ. માનુ હ્રદય અતિશય કોમળ, તેના પ્રેમમાં કોઈ ફરક નહી.
શીશુ નવ માસ માના ઘર્ભમાં હોય, જેમ જેમ વિકાસ થાય, તેની બધીજ હલચલ, તેનો બધો અનુભવ માને થાય અને રોમાંચ અનુભવે.નાની પગલીથી મારેલી એ નાની કીક માને કેટલી મીઠી લાગે પરંતુ એ જ શીશુ મોટુ થઈ જ્યારે માને, માના પ્રેમને કીક મારે ત્યારે તેના દિલ પર શું વીતતી હશે તેની તો સંતાન કલ્પના પણ નહી કરી શકે.એક મા જ એવી છે જે તેના સંતાનની આંખમાં જ તેનુ મન વાંચી શકે છે અને જાણી લેછે તેને શું જોઈએ છે.ભગવાનને પ્રાર્થના કરે તો તેમાં પણ તેના બાળકોના સુખ શાંતિ અને સફળતાની માગણી હોય, પરિવાર માટે જ માગશે, પોતાની માટે તો તે ક્યારેય વિચાર શુધ્ધાં નહી કરે.મા જીવે છે તો પરિવાર માટે ! મા પુજનીય છે ! તેને ભગવાનથી ઉંચુ સ્થાન મળ્યુ તેના માટે તે ખરેખર હક્કદાર છે. ‘Mother’s Day’ ના આ એક ખાસ દિવસે બસ એક સારો વિચાર આવે છે, જાણે અજાણે પણ માનુ દિલ દુભાય એવુ અજુગતુ વર્તન કે વાણી ક્યારેય ના ઉચ્ચારુ એવી સદબુધ્ધિ ભગવાન આપજો.માનુ ઋણ ચુકવવા માટે કોઈ માનવી સમર્થ નથી.તેની સેવા કરીને, માન-સંન્માન,ઈજ્જત આપીને તેની આજ્ઞાનુ પાલન કરીને તેના દિલને થોડી ખુશી આપી શકીએ તો જ સાચાજ અર્થમાં ‘ Happy Mother’s Day ‘. માને, દિકરાએ આપેલી મૉઘી ગીફ્ટ કે ફુલોનો બુકે કે સારી રેસ્ટોરંટમાં જમવાની ભુખી નથી, ભુખી છે પ્રેમ અને કાળજીની, દિકરો પ્રેમથી મમ્મી કહીને બોલાવશે અને તેનુ હૈયુ છલકાઈ જશે. તેને કોઈ અપેક્ષાઓ નથી.તેના દિલમાં પ્રેમ સિવાય કોઈ વસ્તુ માટે જગ્યા નથી. દિકરાને ખુશી હોય મધર્સ ડે છે માટે મમ્મી માટે કંઈ કરીએ, તે તેનો પ્રેમ આ રીતે પ્રગટ કરે અને મા હોશે હોશે તેની ગીફ્ટ પણ સ્વિકારે અને રેસ્ટોરંટમાં જમવા પણ જાય, વિચારે હુ ના પાડીશ અને રખેને મારો દિકરો નારાજ ન થઈ જાય.
માતૃદિને મારી માતાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. હું ખુશ નસીબ છું તે આજે પણ અમારી વચ્ચે હયાત છે.
સૌને મધર્સ ડેની અનેક શુભકામના.
સરસ અભિવ્યક્તિ.
Thank u very much Devikaben.