હેપી દશેરા.

દશેરા  ખુશી આનંદનુ પર્વ, જે આપણે એક તહેવારના રૂપમાં આખા દેશમાં નાના મોટા સૌ ધુમધામથી તેનો ઉત્સવ મનાવીએ છીએ. રામ લીલા જોવાનો લ્હાવો તો મળે સાથે સાથે દશ માથાવાળા રાવણનુ દહન, રાવણનુ પૂતળુ બાળીને ખુશી મનાવીએ છીએ.ખુશીઓનો તહેવાર. રામની, રાવણ સામે જીત, અધર્મ સામે ધર્મની જીત.રાવણ એક અપવાદરૂપ હતો જેને દશ માથા હતા.સવાલ એ થાય  શું ખરેખર રાવણને દશ માથા હતા ? દશ માથાવાળા રાવણની કલ્પના ! વિચારીએ તો આપણી બુધ્ધિ માનવા તૈયાર નહી થાય કારણ,આપણે કોઈએ રાવણને જોયો નથી. શાસ્ત્રોએ જે વર્ણવ્યુ  તે આપણે માનીએ છીએ. રાવણ ખુબજ જ્ઞાની બુધ્ધિશાળી પંડિત હતો, માની લઈએ દશ માથાની અંદર જેટલી બુધ્ધિ ભરેલી હોય  એટલી બુધ્ધિ રાવણના માથામાં ભરેલી હતી, માટે તેના દશ માથાની કલ્પના કરી  હશે ! લડાઈ વખતે રામ તેનુ એક માથુ કાપે તો કપાએલુ માથુ પાછુ તેની જગ્યાએ આવી જાય, તેના દશ માથા કપાતા હતા નહી. નાભીમાં  તીર માર્યા પછીથી જ માયાવી રાવણ પરાજય થઈને મૃત્યુ પામ્યો. મહાન શીવ ભક્ત રાવણ પાસે શું ન હતું ? કેટલો  શક્તિશાળી હશે તેને મારવા માટે રામને પૃથ્વી પર અવતાર ધારણ કરવો પડ્યો.તેના અભિમાનને કારણ તેનો સર્વનાશ થયો.આ દશ માથાનુ રહસ્ય અદભુત છે. ખેર જે  હોય તે વર્ષોથી જે આપણે માનતા આવીએ છીએ, દશ માથા વાળા રાવણના પૂતળાને બાળતા આવ્યા છીએ તેના માટે બહેસ ન કરવાની હોય , તેના માટે તર્ક વિતર્ક કરવુ નિર્થક છે. આપણે તો તહેવાર ઉજવવા સાથે મતલબ છે.કોઈ પણ તહેવારનો  અર્થ  સમજાય કે ન સમજાય તેને ઉજવીને ખુશી તો મનાવીએ.

પરંતું એટલું તો સમજાય છે,  રાવણની જેમ આજે પણ કલિયુગમાં દરેક માણસ  દશ માથા ધરાવે છે.રાવણ જેટલી બુધ્ધિ અને જ્ઞાન એ ખબર નથી, પરંતું બુધ્ધિ અને જ્ઞાનની સાથે સાથે બીજા જે અવગુણો કહીએ તે દરેક વ્યક્તિ ઓછા વત્તા પ્રમાણમાં ચોક્ક્સ ધરાવે છે.કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને તેમાંથી ઉત્પન થતા બીજા અનેક વિકારો જે લાલચ, રાગ દ્વેશ, ઈર્ષા, જુઠ અને માણસનો સૌથી મોટો શત્રુ તેનો અહમ, આ બધાજ  મનુષ્યના શત્રુરૂપી જે વિકારો માથામાં ભર્યા છે તે ખરેખર તો દશ માથાનુ પ્રતિક છે. આપણે પણ દશેરાના શુભ દિવસે એક એક વિકાર બાળવાનો પ્રયત્ન કરીએ તો મન શુધ્ધ થવા લાગે.કુદરતી ભાવો છે તેના પર કાબુ રાખવો થોડું મુશ્કેલ કામ છે પરંતું આપણા મન પાસે અગાધ શક્તિ ભરેલી છે તે ધારે તે કરી શકે, માટે બધા વિકારોને દુર કરવા તેને મનની અંદરથી હાંકી કાઢવાનો પ્રયત્ન તો ચોક્ક્સ કરી શકીએ.રાવણના પૂતળાને બાળીને ખુશી મનાવીએ, ક્યારેય આપણે આપણી અંદર ઝાંખવાનો પ્રયત્ન કરીએ છીએ ? પૂતળાને બાળવાનો અર્થ પણ સમજવાનો પ્રયત્ન નથી કરતાં. શાસ્ત્રો ઉપદેશ આપવા માટે આપણને દ્રષ્ટાંત આપે ઉદાહરણ આપે, ભાવાર્થ આપણે સમજવાનો છે. શાસ્ત્રોના ઉપદેશ જીવનમાં ઉતારવાના છે.ઉપદેશ સમજાય છે પરંતું તેનુ પાલન નથી થઈ શકતું. આ હાલત પુરા સંસારની છે.

ત્રેતાયુગ-દ્વાપરયુગ-કલિયુગ, યુગો વહી ગયા ! યુગો પહેલાં બનેલ ઘટના માટે જવાબદાર  ગુનેગારને આજે પણ સજા આપીએ છીએ. પુતળુ બાળીને આપણો રોષ તેના પર કાઢીએ છીએ. આજના સમયમાં દુનિયામાં સાચા અર્થમાં રાક્ષસો ફરી રહ્યા છે, રાક્ષસોએ જે હાહાકાર મચાવ્યો છે તેના માટે રાવણ પ્રત્યે જે આપણા મનમાં રોષ અને  નફરત છે તેની જરૂર છે. આજના રાક્ષસોને મારવા માટે પણ  ભગવાન અવતાર ધારણ કરે તો જ આજના રાક્ષસોનો  નાશ થઈ શકે.

દશેરાની અનેક અનેક શુભેચ્છા.

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s