હેપી મધર્સ ડે.

પ્યારી પ્યારી વ્હાલી માતા.

દુનિયાની અંદર ‘મા’  વાત્સલ્યની એવી મુર્તિ છે તેના માટે આપણે  કેટલુ પણ લખીએ ઓછુ પડે. જેનો દરજ્જો ભગવાનથી પણ ઉંચો છે, ‘માતૃ દેવો ભવ’ તેને માટે લખવું, શબ્દો પણ ખુટે છે. આપણે ભગવાનને તો નથી જોયા પરંતુ તેમનુ સ્વરૂપ આપણી માતાને જોઈ છે, જેના હ્રદયમાં ભરપુર પ્રેમ અને કરુણા ભરેલી છે. બાળકોને ભરપુર પ્યાર કરવા છતાં નથી સામે કોઈ અપેક્ષા. નિસ્વાર્થ પ્રેમ કોઈ મા પાસેથી શીખે. તેની આંચલની છાંવમાં જે શાંતિ મળે તે ક્યાંય ન મળે.સાચેજ તેના ચરણોમાં સ્વર્ગનુ સુખ સમાયેલું છે. તેની સેવા કરીએ તો ચારધામ જાત્રા કરવાની જરૂર નથી, મા ના ચરણોમાં ચારોધામ સમાયેલા છે.તેના આશિર્વાદમાં કેટલી બધી શક્તિ રહેલી છે જે તેના પ્રેમનુ પ્રતિક ગણાય, તેના અઢળક પ્રેમ-મમતાને કારણ તેના આશિર્વાદ સફળ થાય છે. તેના આશિર્વાદ, તેની દુવા કેટલી બધી ફળે છે તે આપણને સૌને અનુભવ થયો હોય છે. માટે જ આપણી મા ના દિલને દુખ થાય એવું વર્તન ક્યારે ન કરવું જોઈએ. તેને સુખ ન આપી શકતા હોઈએ, પરંતુ દિલને ઠેસ પહોચે તેનુ ખાસ ધ્યાન રાખવું જોઈએ.આટલો બધો ભરપુર પ્રેમ કરનાર માને દુખી કરવાનો વિચાર પણ મનની અંદર ના આવવો જોઈએ. માને સુખી આનંદમાં રાખવાનુ આપણુ કર્તવ્ય  છે. બે મીઠા બોલ બોલીએ તો પણ તે રાજી રાજી થઈ જાય, તે પ્રેમની ભુખી છે. તેને એક સંતાન હોય કે ચાર, બધા માટે સરખો પ્રેમ ના કોઈ વધ ખટ, બધા માટે સમભાવ.બધાને એક દોરથી બાંધવાનો પ્રયત્ન કરે, પરિવાર વેર વિખેર ન થાય તેનુ હમેશાં ધ્યાન રાખે.અતિશય કોમળ હ્રદય, બાળકનુ એક રુદન બાવરી બની જાય. હમેશાં તેનુ ચિત્ત બાળકોમાં જ હોય.પોતે ભીનામાં સુઈને બાળકને સુકામાં સુવાડે.પોતે ભુખી રહીને બાળકના મૉમાં કોળિયા મુકે છે.શું લખીએ શું ના લખીએ લાખો ઉપકાર છે, માતાના જોરદાર  વ્યક્તિત્વ આગળ શબ્દો નાના લાગે છે, શબ્દો પાંગળા બની જાય છે. માતા વિષે આખુ પુસ્તક લખી શકાય, અને જો લખીએ તો પણ પાર ન આવે.

એક મા એવી છે જેને બાળકની ખુબજ ચિંતા હોય છે. સંતાનના સુખમાં સુખી અને દુખમાં દુખી. બાળક ગર્ભમાં હોય ત્યાંથી તેની કાળજી અને પ્રેમ શરુ થઈ જાય, હજુ બાળકનુ મુખડુ પણ જોયુ નથી અને તેને વ્હાલ કરવાનુ ચાલુ થઈ જાય ! પેટની અંદર બાળક તેની નાની નાની પગલીથી કીક મારે ત્યારે તે રોમાંચ અનુભવે એકદમ ખુશ થઈ જાય, તેને ખુબજ આનંદ થાય છે. પરંતુ જ્યારે આ જ સંતાન મોટાં થઈ મા ને પેલી નાની કીક હવે મજબુત બની ગઈ છે, તે મજબુત કીક મારી ઘરની બહાર કાઢે ત્યારે તેના દિલ પર શું વીતતુ હશે એ તેના સંતાન ક્યારે વિચારે છે ? મા ના દિલને કેટલું બધું દુખ થાય છે. આવા ટાઈમે પણ  તેના દિકરા માટે દુવા નીકળે છે કારણ છોરુ કછોરુ થાય એક મા ક્યારેય કમાવતર નથી થતી.તેના હ્રદયમાં તેના બાળક માટે પ્રેમ સીવાય બીજી કોઈ પણ વસ્તુ માટે જગ્યા નથી.તેના બાળકને તે ઈચ્છે તો પણ નફરત નથી કરી શકતી.ભગવાને કેટલી બધી સહનશક્તિ આપી છે, આખા ઘરનો ભાર તે હસતે મૉઢે ઉઠાવે છે. પરિવાર માટેની મમતાને  કારણ તેને ક્યારેય ઘરનો બોજો લાગતો નથી. પોતાનુ કર્તવ્ય, પોતાનો ધરમ કુશળતાથી નિભાવે છે. મા પોતાના પરિવારને સુખી રાખવા, ઘરમાં સુખ શાંતિ બની રહે માટે કેટલા બધા વ્રત-તપ, પુજા-પાઠ કરે છે. એક પણ ભગવાન પુજવાના બાકી ના રાખે. કેટલી બધી બાધાઓ-માનતા, કેટલી પ્રાર્થના નિયમિત કરતી હોય છે. એક જ લક્ષ્ય મને કંઈ પણ થાય તો વાંધો નહી મારો પરિવાર સુખી રહેવો જોઈએ. તેની સમપર્ણની ભાવના મહાન છે.

માતા પોતાના માટે નથી જીવતી, સંતાનો માટે, ઘર પરિવાર માટે જીવે છે. કોઈ પણ ફરિયાદ કર્યા વીના રાત દિવસ દરેકની સેવા કરે છે. ધરતી પર સંસારની અંદર ‘મા’ એ ઈશ્વરની અણમોલ ભેટ છે, તેનુ મુલ્ય આંકવા માટે આપણે અસમર્થ છીએ.તેનુ ઋણ કેવી રીતે ચુકવશું ? તેના અગણીત ઉપકાર આપણા પર છે. બસ તેનુ આદર સંન્માન કરીને , તેની સેવા કરીને, તેને ભરપુર પ્યાર કરીને તેને ખુશ રાખી શકીએ. મા નુ ઋણ ચુકવવા માટે આપણે અસમર્થ છીએ. ‘મા’ આ એકજ શબ્દ કેટલો શક્તિશાળી ! આખો સંસાર તેને લીધે ટકી રહ્યો છે, આખી દુનિયા તેમાં સમાયેલી છે. દુનિયામાં અગર ‘મા’ ના હોય તો  સમગ્ર સંસાર પ્રેમ- મમતા વીના નીરસ બની જાય. પ્રેમની પરિભાષા માતા પાસેથે જ શીખવા મળે છે.

 આપણે ધરતી પર જન્મ લીધો છે,  મા વસુંધરાને કેમ ભુલાય , ધરતીમાને પ્રણામ.

જગતજનની  મા જગદમ્મા તારા ચરણોમાં લાખો લાખો વંદન.

જનમદાત્રી મારી માતા તારા ચરણોમાં કોટી કોટી વંદન.

સૌને  –      Happy Mothers Day

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s