Happy Mother’s Day

૯૫ વર્ષની મારી માતાને મારા પ્રણામ.

સૌ પ્રથમ સ્મરણ કરુ જગત જનની મા અંબે જે સૃષ્ટિની સર્જનહાર

તને કેમ ભુલું  મા વસુંધરા, ધરતીના  ખોળે ખેલું છું  જીવન મારુ

નીત દીન, હર ક્ષણ હર પળ  સ્મરણ તારું, મારી મા જનની જનેતા

તું છે તો મારુ અસ્તિત્વ, તેં આપી પહેચાન,  મારી પ્યારી પ્યારી મા

તારા અગણીત ઉપકાર લખતાં શબ્દો ખુટે, અસમર્થ  છું લખવા માટે.

હ્રદય તારું પ્રેમ સાગર, ડુબકી મારી કરું પ્રેમરસ પાન,તૃપ્ત થાય મન

હૈયે હેત ન સમાય,આંખમાં કરુણા,નિસ્વાર્થ પ્યાર, તુ મમતાની મુરત

મનના ભાવો, અમી દ્રષ્ટિથી મુજ પર રેલાવતી શીતલ ચાંદની સમી

તારા ચરણોમાં સમાયુ સ્વર્ગ અને ચારો ધામ, તારા વીના સુનો સંસાર

મારી મા જનની જનેતા તારા ચરણોમાં કોટી કોટી વંદન.

 

સંસારની દરેક માતાને મધર્સ ડેની અનેક અનેક શુભકામના.

 

 

This entry was posted in કવિતા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s