દુનિયામાં સાસુ-વહુનો સબંધ હમેશાં બદનામ હોય છે. ક્યારેય સારો હોતો નથી કોઈક જ જગ્યાએ સાસુ-વહુનો સબંધ મા-દિકરી જેવો જોવા મળે છે.બાકી તો સાસુમા તેમના પદનો ઉપયોગ બરાબર કરતાં હોય છે અને એ પારકી દિકરીને ક્યારેય પોતાની નથી ગણતાં અને એના માટે એક જુદુ જ વર્તન હોય છે અને એ વહુ ઘર માટે ગમે તે સારુ કરે તેનામાં ખામી જ શોધ્યા કરે અને કોઈ કસર બાકી ન રાખે. સારુ કામ કર્યું હોય તો પણ તે ખરાબ જ લાગે.પોતાનુ વર્તન વહુ પ્રત્યે સારુ ના હોય અને સાથે સાથે પોતાના દિકરાને પણ તેના વીરુધ્ધ ભડકાવે. પરંતુ વિચાર ના કરે એક છોકરી પોતાના માતા-પિતા અને ભાઈ બહેન પરિવારને છોડીને પરાયા ઘરમાં આવી છે અને પરાયા ઘરને અપનાવીને પોતાનુ કરવાનો પ્રયત્ન કરી રહી છે, તેને પ્રેમથી ઘરમાં આવકારવાને બદલે તેના વીરુધ્ધમાં હમેશાં વર્તન હોય. અને આવા ટાઈમે વહુ પ્રત્યે લાગણી અને પ્રેમની આશા તો ના જ રખાય એતો સ્વભાવીક છે.સાસુ પોતે પણ આ પરિસ્થિતીમાંથી પસાર થયેલ હોય છે છતાં પણ ભુલી જાય છે કે મારે મારુ વર્તન બદલવું જોઈએ. મને જે વીત્યું છે તે હું મારી વહુ ઉપર નહી વીતવા દઉં
એક વખત મંદિરમાં બે બેનોને વાત કરતાં સાભળ્યાં અને વાતનો ટોપીક હતો તેમની વહુઓ.” આપણે તો તેમના છોકરાંનુ બેબી સીટીંગ કરવાનુ અને તેમના ઘરનુ કામ કરવાનું “.હવે એ નથી સમજાતુ આ છોકરાં પોતાના પણ નથી ? પોતાનુ જ લોહી છે, પૌત્ર-પૌત્રી જો વહુના છે તો શું પોતાના નથી આવુ કેમ વિચારી શકે ? જો પૌત્ર-પૌત્રી પરાયા લાગે તો વહુ પોતાની ક્યાંથી લાગે. અને ઘરમાં જો થોડી મદદ કરે તો સમય પણ પસાર થાય અને શરીરને પણ હળવી કસરત મળે. અને આમેય અમેરિકામાં કોઈ એટલુ ભારી કામ હોતું નથી કામ કરવું બહુ જ આસાન અને સહેલું છે. પરંતું વહુ માટેની ધૃણા આ જાતનું વિચારતા કરી મુકે છે. વહુ બીચારી જોબ કરતી હોય તેને સમય ઓછો મળતો હોય છે અને આવા સમયે જો ઘરમાં બેસી રહેવા કરતાં થોડી મદદ કરીએ તો વધારે સારું.અને બાળકોને ભારતીય સંસ્કાર સિંચવાનુ કામ તો દાદા-દાદીનુ પણ છે, કેમકે બાળકોના માતા અને પિતા બંને વ્યસ્ત છે. પરંતું સાસુમા તો વહુને પરેશાન કરવામાં અને વહુને પરેશાન જોવામાં તેમને વધારે મઝા આવે છે અને વધારે ખુશી થાય છે. જમાનો બદલાઈ રહ્યો છે, પ્રગતી કરી છે છતાં પણ માણસનુ મન, માનસ બદલાતું નથી, વિચારો અને પ્રકૃતી બદલાતા નથી. કોઈ પણ દેશ, કાળ હોય જો વિચારો બદલાય તો વાણી અને વર્તન પણ બદલાય અને તોજ પરિવારોમાં સમાજમાં શાંતિ આવે. અને ઈચ્છા કરીએ તો બદલાવ લાવવો આપણા હાથમાં જ છે. થોડી સમજ અને કુશળતાની જરૂર છે. અત્યારે મોટું પરિવર્તન આવ્યું છે પચિસ ટકા સાસુમા આ જાતના રહ્યાં છે બાકી તો આજ કાલ વહુઓનુ રાજ ચાલે છે. છોકરીઓ સારુ ભણીને સારી જોબ કરતી હોય છે. અને નારી જાગૃતિ આવી છે એટલે કોઈ પણ સ્ત્રી હવે કોઈ પણ જાતનો અત્યાચાર સહન કરવા માટે તૈયાર નથી. હવે સ્ત્રીઓ પતિ સામે અવાજ ઉઠાવે છે તો સાસુમાનો તો કોઈ ક્લાસ નથી અને એટલે જ હવે સાસુમા વાઘમાંથી બિલાડી બની ગયાં છે અને વહુથી બીને ચાલતાં હોય છે. અત્યારે દરેક ઘરમાં સમાજની એવી હાલત છે,
” सो दीन सास के एक दीन बहु के “