શ્રીમદભાગવતમાં આઠમા સ્કંધમાં વામન અવતારનુ વર્ણન છે. ગુરુ બૃહસ્પતિનો ઉપદેશ સાંભળીને ભગવાન વામનજી બલિરાજાને ત્યાં ભીક્ષા લેવા માટે જાય છે અને બલિરાજા વામનજીને દાન આપવા માટે તૈયાર થાય છે અને માગવાનુ કહ્યું ત્યારે ભગવાન વામનજી ત્રણ પગલાં ભૂમિ માગે છે.બલિરાજા વધારે માગવાનુ કહે છે, વિચારે છે આ બ્રાહ્મણનુ કદ નાનુ છે ત્રણ પગલાંમાં કેટલી ભૂમિ આવશે. બલિરાજાના ગુરુ શુક્રાચાર્યજી રાજાને સમજાવે છે આતો સ્વયં નારાયણ છે આખી પૃથ્વી લઈ લેશે પરંતુ બલિરાજા કહે છે મેં એક વખત દાન આપવાનુ વચન આપ્યુ એટલે ભલે મારું બધુંજ રાજ ચાલ્યું જાય હું ત્રણ પગલાં ભૂમિ આપીશ. અને શુક્રાચાર્યજીને દાનનો સંકલ્પ કરાવવા માટે કહે છે ત્યારે ના પાડી એટલે ભગવાન કહે છે હું એક બ્રાહ્મણ છું હું સંકલ્પ કરાવીશ અને ભગવાન સંકલ્પ કરાવે છે.ભગવાનનુ કદ વામનમાંથી વિશાળ થવા લાગ્યું અને એક ચરણમાં આખી પૃથ્વી આવી, બીજા ચરણમાં આકાશ આવી ગયું, સ્વર્ગનુ રાજ્ય. હવે ત્રીજુ પગલું ક્યાં મુકવું ? ત્યારે બલિરાજાની પત્નિ વિંધ્યાવલી પતિને કહે છે આ બધું ઠાકોરજીનુ આપેલું જ છે આપણું કંઈ પણ નથી, ઠાકોરજીને પ્રણામ કરો અને ત્રીજુ ચરણ આપના મસ્તક પર પધરાવો. અને ભગવાન વામનજી ત્રીજુ ચરણ બલિરાજાના મસ્તક ઉપર મુકે છે અને બલિરાજા પાતાળમાં ચાલ્યા જાય છે,પાતાળનુ રાજ્ય મળે છે, ભગવાન કહે છે પાતાળમાં તમારા દ્વાર પર હું પહેરો ભરીશ અને ભગવાન બલિરાજાના દ્વારપાલ બને છે. નારાયણ વીના લક્ષ્મીજી રહી ના શકે એટલે લક્ષ્મીજી બ્રાહ્મણ પત્નીનુ સ્વરૂપ લઈને બલિરાજાને ત્યાં આવે છે અને બલિરાજાને હાથે રક્ષાદોરી બાંધે છે.લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ બનાવી રાખડી બાંધી અને રાજા બહેનને કંઈક માગવાનુ કહે છે ત્યારે લક્ષ્મીજીએ દ્વારપાલની માગણી કરી. રાજા પુછે છે તારે એ શું થાય ત્યારે લક્ષ્મીજી કહે છે એ મારું સર્વસ્વ છે અને એ રીતે લક્ષ્મીજી નારાયણ સાથે વૈકુંઠ જાય છે. આ દિવસ રક્ષાબંધનો દિવસ છે
રક્ષાબંધનનો દિવસ ઘણોજ પવિત્ર છે. ભાઈ-બેહેનનો પ્રેમ અને એક અતુટ બંધન જોવા મળે છે. રક્ષાદોરી ( રાખડી) એ ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતિક છે.આ દિવસે દરેક ભાઈ બહેન આનંદ ઉત્સાહથી, ખુશીથી મનાવે છે. એક બહેન ભાઈના હાથે રક્ષાદોરી બાંધીને ભાઈ માટે સુખ સંમૃધ્ધિ, લાંબા આયુષ્યની માગણી ભગવાન પાસે કરે છે તો ભાઈ બહેનની રક્ષા અને તેના જીવનના દરેક સુખ-દુખમાં સાથ નીભાવવાની જવાબદારી લેછે.એક બહેનના જીવનમાં પિતા પછીથી જવાબદારી માટે કોઈનુ સ્થાન હોય તો તે એક ભાઈનુ જ છે. અને ભાઈ પિતાની જેમ જ બહેનના સુખ-દુખની જવાબદારી નીભાવે છે. આપણી સંસ્કૃતી તહેવારોથી ભરેલી છે અને દરેક વ્યક્તિ બધા જ વાર,તહેવાર ખુશી-આનંદથી પ્રેમથી મનાવે છે અને એ દિવસો આનંદ-ઉલ્હાસ વાળા અને રંગીન બની જાય છે.
મહાભારતમાં દ્રૌપદી જ્યારે શ્રી ક્રિષ્ણની આંગળી પર લોહી જુએ છે ત્યારે પોતાની રેશમ સાડી ફાડીને શ્રી ક્રિષ્ણના હાથે બાંધે છે. દ્રૌપદીએ શ્રી ક્રિષ્ણને રક્ષાદોરી બાંધી છે.અને શ્રી ક્રિષ્ણએ દ્રૌપદીના ચીર હરણ વખતે દ્રૌપદીની સહાય કરીને રક્ષા કરી છે.
રક્ષાબંધનને બળેવના નામે પણ આપણે જાણીએ છીએ. આપણા શાસ્ત્રોમાં ચાર વર્ણોને અલગ અલગ બતાવ્યા છે અને તેમની દિવાળી પણ અલગ અલગ છે. બ્રાહ્મણોની દિવાળી ‘બળેવ’, ક્ષત્રિયની દિવાળી ‘વિજયાદશમી’, વૈશ્યોની દિવાળી ‘ લક્ષ્મીપૂજન’, અને શૂદ્રોની દિવાળી ‘હોળી’ ગણાય છે.
શ્રી હેમાબહેન,
રક્ષાબંધન વિષે પોરાણિક કાલની વાર્તાને સરસ રીતે સમજાવી માહિતી પીરસી છે.
રક્ષા બંધનની ખુબ શુભેચ્છા
રક્ષાબંધન અંગે ઘણી સારી માહિતી આપના લેખમાં પીરસી છે.અભિનદન.
રક્ષા બંધનની મારી હાર્દિક શુભેચ્છા.
http://en.wikipedia.org/wiki/Raksha_Bandhan
http://hinduism.about.com/od/rakhi/a/rakshabandhan.htm
part1-3
સરસ લેખ, હેમાબેન—
સાથે સાથે આ એક પૌરાણિક મંત્ર—
येन बध्धौ बलीराजा दानवेन्द्रो महाबलः
तेन त्वामभि रक्षै मा चल मा चल.
શ્રી હેમાબહેન,
રક્ષાબંધન વિષે પોરાણિક કાલની વાર્તાને સરસ રીતે માહિતી પીરસી છે.
રક્ષા બંધનની ખુબ શુભેચ્છા
Ramesh Patel(Aakashdeep)