ઘડપણ.

આપણને ‘ WatsApp’ પર દરોજ કંઈને કંઈ જુદા જુદા મેસેજ આવતા હોય છે. આ મેસેજો કોઈ વખત બોરીંગ હોય, કોઈ વખત રમુજી હોય તો કોઈ વખત આપણા  હ્રદયને સ્પર્ષી જાય એવી કૃતિઓ પણ વાંચવા મળે છે. આજે એક એવીજ સુંદર  કૃતિ વાંચી અને લખવાનુ મન થયુ. આ મેસેજ દરેક ગૃહિણીને લાગુ પડે  છે. ઘરની અંદર છોકરીઓને બધી વસ્તુ માટે છુટ હોતી નથી, તેને માટે એક હદ નક્કી કરેલી હોય. દરેક વસ્તુ માટે એક સીમા હોય છે, તેને માટે જે લક્ષ્મણ રેખા દોરેલી હોય તેને તે ક્યારેય ના ઓળંગે. તેની મર્યાદામાં રહીને જ બધા કામ કરે.એક નારી તેના અરમાન, ઈચ્છાઓ જે તેણે બાળપણથી દિલમાં સંઘરી રાખી હોય છે, જ્યારે તેની ઈચ્છાઓ અને અરમાન પુરા ન થાય થાય ત્યારે તેની વેદના અસહ્ય બની જાય છે. તેની વ્યથા,  તે હ્રદય વેદનાઓ આ કૃતિમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. એક સ્ત્રીનુ આખુ જીવન તે બીજા માટે જ જીવતી જોય છે, તે પોતાની રીતે ક્યારેય નથી જીવી શકતી. બાળપણમાં માતા-પિતાની આજ્ઞા  પ્રમાણે, લગ્ન પછી સાસુ -સસરા અને પતિના કહ્યા પ્રમાણે અને ઘડપણમાં દિકરો-વહુ કહે તેમ જીવવું પડે છે, જાણે તેનુ પોતાનુ કોઈ અસ્તિત્વ છે જ નહી. આખુ ઘર તે સંભાળે, સ્ત્રી વીના ઘર એ ઘર ના કહેવાય છતાં પણ પીયેર તો પિતાનુ ઘર ! સાસરુ તો પતિનુ ઘર ! તેનુ ઘર કયું  ? વેદનાઓ સહીને પણ હસતે મૉઢે તેની ફરજો નિભાવીને પરિવારને ખુશ રાખે  છે. પરિવારમાં દરેક સદસ્યની સંભાળ, કાળજી રાખે  પરંતું પોતાની જાતની ક્યારેય કાળજી નહી ! કારણ તેની પાસે પોતાની જાત માટે ફુરસદ નથી. તેની દરેક અવસ્થામાં તે દરેક સબંધોમાં સુંદર રીતે પ્રેમથી ગોઠવાઈને સંસારને સર્ગ સમાન બનાવવાનો જ પ્રયત્ન કરે છે.

                   ઘડપણ

ઘડપણ તું મને મળ, પણ થોડું મોડું મળ

કારણ !

હું નાની હતી ને ત્યારથી જ

ઝટ મોટા થવાની વાતો કરતી હતી, ને એવું જ વર્તન પણ !

મને ટીચર, ડૉક્ટર, પાયલોટ બનવું હતું.

ને બની ગઈ હું  ગૃહિણી,

કારણ એ પોસ્ટ માટે કોઈ ડિગ્રીની જરૂર નથી હોતી,

એક પ્રેમાળ હૈયું હતું ને એક થનગનતું  યૌવન !

જેણે મને સંસારની અટપટી જાળમાં

લપેટી થોડા જ વર્ષોમાં પ્રૌઢા બનાવી દીધી !

મારૂં પ્રૌઢત્વ બહુ લાબું ટક્યું ને હજુ કૈં સમજું

એ પહેલાં તો લો

ઘડપણ આવી પુગ્યું !

અરે ….

તક મળ્યે ફરી ભણીશ

મેં મારી જાતને વચન દીધું હતું , એ તક કેમ આવી જ નહી ?

મારા શોખને સંસારની જરૂરતો માટે મેં મુલત્વી રાખ્યાં હતાં

પણ જરૂરતો જ ક્યાં પુરી થઈ ?

હજુ આજે પણ બધા માટે હું વ્યક્તિ નહી, જરૂરત છું !

ફક્ત ગૃહિણી બનીને મોજ કરવામાં મને ઘસારો ક્યાં લાગ્યો ?

કેટલું  આસીનીથી બધા પુછે છે ,

કોને કહું કે ના દેખાય એવા મૂઢમાર હોય છે ગૃહિણીના નસીબમાં !

સમય સાથેની એની કાયમી હોડમાં બીજાને જાત કસાતી લાગે છે

પણ પૈસો કમાઈ ના શકવાની લ્હાયમાં પૈસો બચાવવા જતાં

એને જાત જ નહીં  જીંદગી ઘસાતી લાગે છે !

તું થોડું થોભીશ … મારા ઘડપણ  ?

તો હું મારી પુત્રવધુ , દીકરીની બરોબરી કરી લઉં !

પેલો કિશોર , કિશોરીઓ સાથે થોડી નાદાનીયત કરી લઉં !

કે પછી મારા પૌત્ર, પૌત્રી સાથે બાળપણ- બાળપણ રમી  લઉં !

તું આવતું હોય , ભલે આવને … બસ થોડું જ  હોં  …

થોડું હું મારા માટે  ય જીવી લઉં   !!!

Dedicate to all House Wives.

 

 

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s